Western Times News

Gujarati News

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ૩૦ એપ્રિલ ૨૦૨૨ના રોજ થશે

નવી દિલ્લી, વર્ષ ૨૦૨૨માં ૨ સૂર્યગ્રહણ થવાના છે. પ્રથમ સૂર્યગ્રહણ ૩૦ એપ્રિલ ૨૦૨૨ના રોજ થશે, જ્યારે બીજું સૂર્યગ્રહણ વર્ષના અંતે ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ થશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આંશિક હોવાનું માનવામાં આવે છે, જે દક્ષિણ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગ, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી, આ સૂર્યગ્રહણની ધાર્મિક અસર અને સૂતક ભારતમાં માન્ય રહેશે નહીં.

વર્ષ ૨૦૨૨નું પ્રથમ સૂર્યગ્રહણ ૩૦ એપ્રિલ ૨૦૨૨ના રોજ રાત્રીના ૧૨ઃ૧૫ઃ૧૯થી ૦૪ઃ૦૭ઃ૫૬ દરમિયાન થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ સૂર્યગ્રહણની ધાર્મિક અસર અને સૂતક ભારતમાં માન્ય રહેશે નહીં. આ ગ્રહણ દક્ષિણ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગ, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં જાેઈ શકાશે.

વર્ષ ૨૦૨૨નું બીજું સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબરના મંગળવારે સાંજે ૧૬ઃ૨૯ઃ૧૦ વાગ્યે શરૂ થશે, અને ૧૭ઃ૪૨ઃ૦૧ વાગ્યે પૂર્ણ થશે. આ ગ્રહણ યુરોપ, આફ્રિકા ખંડના ઉત્તરપૂર્વીય ભાગ, એશિયાના દક્ષિણ પશ્ચિમ ભાગ અને એટલાન્ટિકમાં જાેવા મળશે. આ સૂર્યગ્રહણ ભારતમાં કેટલીક જગ્યાએ જાેઈ શકાશે, તેથી ભારતમાં આ સૂર્યગ્રહણની ધાર્મિક અસર અને સૂતક માન્ય રહેશે.

વર્ષનું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ ૧૬ મે ૨૦૨૨ના રોજ થશે. ગ્રહણના સમય વિશે વાત કરીએ તો, ભારતીય સમય અનુસાર, તે સોમવારે સવારે ૦૮ઃ૫૯થી ૧૦ઃ૨૩ સુધી રહેશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ દક્ષિણ-પશ્ચિમ યુરોપ, દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકાના મોટાભાગના સ્થળો, દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં પણ દેખાશે. ભારતમાં આ ચંદ્રગ્રહણની દ્રશ્યતા શૂન્ય હોવાથી તેનો સુતક સમયગાળો અહીં અસરકારક રહેશે નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.