Western Times News

Gujarati News

ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને ૬પ૦ થઈઃ 2015માં 523 હતી

File Photo

ગુજરાતમાં ર૦૧પમાં વસ્તી ગણતરી પછી ૧ર૭નો વધારો થયો

અમદાવાદ : ગુજરાતના ગૌરવ સમા એશિયાટિક સિંહોની (Asiatic Lions in Gujarat) સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને હાલમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા ૬પ૦ને (number of lions) પાર પહોંચી ગઇ છે. એટલે કે ર૦૧પમાં થયેલી વસ્તી ગણતરીમાં નોંધાયેલા સિંહો કરતા અત્યારે ૧ર૭ જેટલા સિંહ વધ્યા છે. (127 Asiatic lions increased after 2015)

સેન્કચ્યુઅરીની બહાર અમરેલી, ભાવનગર, જુનાગઢ, શેત્રુંજય જેવા  રેવન્યુ વિસ્તારમાં જે સિંહો છે એનું મોનિટરીંગ કરવું જરૂરી જણાતા ગુજરાત સરકાર રેડિયો કોલર મગાવીને સિંહોની મૂવમેન્ટ પર વોચ (Watching movement of lions through radio caller) રાખી રહી છે. ગુજરાતના વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ (Ganpatsinh Vasava) એક દૈનિકને કહ્યું હતું કે ‘સિંહોની સંખ્યા ૬પ૦થી વધુ થઇ છે.

સેન્કચ્યુઅરી વિસ્તાર ઉપરાંત શેત્રુંજય, ભાવનગર, અમરેલી, પોરબંદર, જુનાગઢ જેવા રેવન્યુ એરિયામાં સિંહનો વસવાટ છે એવા સેન્કચ્યુઅરીની બહાર રેવન્યુ એરિયામાં નીકળી ગયેલા સિંહોનું મોનિટરીંગ કરવું જરૂરી છે.’ તેમને માટે ખાસ રેડિયો કોલર મગાવાયા છે.

સિંહ કયાં ફરે છે એની જાણકારી માટે સરકાર દ્વારા હાલમાં ૭૦ જેટલા રડિયો કોલર જર્મનીથી (70 radio caller imported from Germany) મગાવવામાં આવ્યા છે અને એ સિંહોને પહેરાવ્યા છે. સિંહોના સંવર્ધન માટે સરકારે ૩પ૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સિંહો માટે આધુનિક ફેસિલીટી સાથેની ૪ એમ્બ્યુલન્સ (4 ultra modern ambulances for lion) બનાવી છે. ર૦૧પમાં ગુજરાતમાં હાથ ધરાયેલી વસ્તીગણતરીમાં સિંહોની સંખ્યા પર૩ થઇ હતી. આ અગાઉ ર૦૧૦માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા ૪૧૧ હતી. ર૦૧૦ની સરખામણીએ ર૦૧પમાં સિંહોની સંખ્યામાં ર૭ ટકાનો વધારો થયો હતો.

ર૦૧પમાં સાસણ ગીરમાં થયેલી વસ્તીગણતરીમાં જૂનાગઢ (Junagadh) જિલ્લામાં ર૬૮ સિંહ, ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં ૪૪ સિંહ, અમરેલી Amreli જિલ્લામાં ૧૭૪ સિંહ અને ભાવનગર Bhavnagar જિલ્લામાં ૩૭ સિંહ નોંધાયા હતા. દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી થતી હોય છે ત્યારે હવે ર૦ર૦માં ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.