Western Times News

Gujarati News

જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં કુલ ૬ લોકોનાં કરૂણ મોત

પ્રતિકાત્મક

કાલોલ, સમગ્ર દેશ ૭૩મો ગણતંત્ર દિવસની ઉજવણીઓ થઇ રહી છે. ત્યારે આજના દિવસે ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થઇ રહી છે. આજે એક દિવસમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ત્રણ ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. પંચમહાલમાં ત્રીજાે ગમખ્વાર અકસ્માત થયો છે જેમા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આમ આજે રાજ્યમાં જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં કુલ ૬ લોકોના કરૂણ મોત નિપજ્યા છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે પંચમહાલન કાલોલના વેજલપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ પ્રાંણપંખેરુ ઉડી ગયા હતા અને રોડ પર જ લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. બાઇક સવાર ત્રણેય યુવકો હાલોલ નજીક આવેલા વાઘવાણીના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. જાેકે આ ભયાનક અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને થોડી વાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માતની જાણ થતા જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ટ્રાફીકજામને રાબેતા મુંજબ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં જ બીજા અકસ્માતમાં પાટણના વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને અલ્ટોકાર વચ્ચે સર્જાયો હતો.

જેમાં રાધનપુર તરફથી આવી રહેલ અલ્ટો કારમાં પરિવારના છ જેટલા સભ્યો સવાર હતા. અકસ્માતમાં ઘટના સ્થળે અલ્ટોકારમાં સવાર બે ભાઈ-બહેનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તો અન્ય ત્રણ જેટલા ને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ગમખ્વાર અકસ્માતમાં એક શિક્ષિકાએ દમ તોડ્યો હતો.

આ શિક્ષિતા આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત નડ્યો હતો અને તેઓ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

રાજ્યમાં ત્રણ મોટા અકસ્માત સર્જાયા હતા અને જેમા પ્રથમ અકસ્માતમાં પંચમહાલના હાલોલ નજીક આવેલા વાઘવાણીના ત્રણ યુવકો મોતને ભેટ્યા હતા. ત્યાં જ બીજા અકસ્માતમાં દીકરીના હાથમાં મહેંદી લાગે તે પહેલાં મોતને ભેટી હતી સાથે જ તેના એકના એક ભાઇનું પણ અકસ્માતમાં મોત થયું હતું તો ત્રીજા અકસ્માતમાં એક શિક્ષિકાએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા જ રોડ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે સવારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત થતાં મોતને ભેટ્યા હતા.

ત્યાં જ પાટણના વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને અલ્ટોકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી જેમાં ભાઈ બહેનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.