Western Times News

Gujarati News

પીએમ મોદીએ સેનાના વિરાટને વિદાઈ આપી

નવી દિલ્હી, ૭૨મા ગણતંત્ર દિનની પરેડમાં ભારતે વિશ્વ સામે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. દર વર્ષે રાજધાની દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાતી આ પરેડ ભારત માટે બહુ જ ખાસ છે. જેને નિહાળવા માટે હજારો દેશવાસીઓ લાલ કિલ્લા પર પહોંચે છે અને કરોડો ભારતીયો એને લાઇવ ટીવી પર નિહાળે છે. આ વખતની પરેડ પછી પરેડમાં હાજર એ સેનાનો ઘોડો ‘વિરાટ’ સૌના માટે ચર્ચાનો વિષય બન્યો છે. વિરાટે આજે સેવામાંથી નિવૃત્તિ મેળવી છે.

પરેડ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ‘વિરાટ’ ને વિદાઈ આપી હતી. આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકો આ આકર્ષક ઘોડા વિશે ચર્ચા કરી રહ્યા હતા. પીએમ મોદીએ વિરાટની પીઠ થપથપાવી હતી. વિરાટે એના કાર્યકાળ દરમિયાન દેશના ઘણા રાષ્ટ્રપતિને સલામી આપી છે.

પીએમ મોદીએ ગણતંત્ર દિવસ સમારોહ ખમત થયા પછી ઘોડા વિરાટને વિદાઈ આપી હતી. આ દરમિયાન તેઓ ઘોડા વિશે વાત કરતાં જાેવા મળ્યા. ત્યાં ઉભેલા જવાનો પાસેથી પણ પીએમ મોદીએ વિરાટ વિશે માહિતી મેળવી હતી. વિરાટને પોતાની વિશિષ્ટ યોગ્યતા અને સેવા માટે ચીફ ઓફ આર્મી સ્ટાફ Commendation Cardથી સન્માનિત કરવામાં આવ્યો છે.

વિરાટે રિમાઉન્ટ ટ્રેનિગ સ્કુલ હેમપુરથી પોતાની તાલીમ પૂરી કરી હતી અને ૨૦૦૩માં રાષ્ટ્રપતિના અંગરક્ષક સમૂહમાં સામેલ થયો હતો. વિરાટ ઘોડો હોનોવેરિયન જાતિનો છે. ઘોડા વિરાટે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાની સેવા આપી છે. પ્રેસીડન્ટ બોડીગાર્ડે ગણતંત્ર દિવસ પરેડ ૨૦૨૨ પછી વિરાટને નિવૃત્ત કરવાની જાહેરાત કરી હતી. વિરાટે પોતાના કાર્યકાળ દરમિયાન ૧૩ વખત ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લીધો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.