Western Times News

Gujarati News

વિશ્વના દેશોની માફક મુંબઈ- દિલ્હીમાં ગગનચુંબી ઈમારતો તૈયાર થશે

પ્રતિકાત્મક

મુંબઈમાં ર૪૯ તો દિલ્હી એનસીઆરમાં રપ કોમર્શિયલ બિલ્ડિંગો અંડર કન્સ્ટ્રકશન હેઠળ

(પ્રતિનિધિ) મુંબઈ, વૈશ્વિકસ્તરે ભારતનો વિકાસ જેટ ગતિથી થઈ રહયો છે. આક્ષેપો પ્રતિઆક્ષેપોની રાજનીતિ વચ્ચે એક હકીકત બહાર આવી રહી છે કે કન્સ્ટ્રકશન ક્ષેત્રે ભારતના મોટા શહેરોમાં “હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડિંગ તૈયાર થઈ રહયા છે જેમાં મોટાભાગના અંડરકન્સ્ટ્રકશન હેઠળ છે વિદેશોમાં ઉંચી-ઉંચી અત્યાધુનિક બિલ્ડિંગો જાેઈને ચકાચૌંધ થઈ જવાતુ હોય છે.

પરંતુ હવે ભારત પણ પાછળ નથી. ભારતમાં કન્સ્ટ્રકશન ક્ષેત્રે કામ કરતી “ડેવલપર્સ’ કંપનીઓ આકાશને આંબે તે પ્રકારની ઉંચી બિલ્ડિંગો બનાવી રહી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લગભગ ર૪૯ કોમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડિંગ બની રહયા છે. ૧પ૦ મીટર ઉંચી એટલે કે પ૦૦ ફૂટ ઉંચી બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે.

મુંબઈના વર્લીમાં તો ર૮૦ મીટર ઉંચી વર્લ્ડ વન નામની કોમર્શિયલ બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે જેમાં અધધધ… ૭૬ ફલોર તૈયાર થશે. મુંબઈ દેશની આર્થીક રાજધાની તો છે પરંતુ તેની સાથે વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતુ ટોચનુ શહેર છે ભારતની માફક ચીનના શેનજનમાં ૮૧ ગગનચુંબી ઈમારત તૈયાર થઈ રહી છે.

યુનાઈટેડ આરબ અમીરાતના દુબઈમાં ૪૬, ઈઝરાયેલના તેલઅવિવમાં -૪૧, અમેરિકામાં ન્યુયોર્કમાં ૩૪,ચીનના ગુંઝાવમાં ૩૪, ચીનના વુહાનમાં ૩૩, કેનેડાના ટોરેન્ટોમાં ૩૦ ચીનના શેનયાંગમાં -૩૦, મલેશિયાના કલાલમપુરમાં ર૯, ભારતની રાજધાની દિલ્હી એન.સી.આર.માં રપ, ગગનચુંબી ઈમારતો તૈયાર થઈ રહી છે.

મુંબઈ, દિલ્હી એનસીઆરની માફક અમદાવાદમાં પણ પાંચથી સાત જેટલા હાઈરાઈઝ બિલ્ડિંગ તૈયાર થઈ રહયા છે આ તમામ કોમર્શિયલ કક્ષાના છે જેની ઉંચાઈ આકાશને આંબી જશે. આ તમામ બિલ્ડિંગો તૈયાર થયા પછી તે જાેવાલાયક હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.