Western Times News

Gujarati News

મહિલાને સાસુ અને નણંદે માર મારતા ગર્ભપાત થયો

અમદાવાદ, ૨૪ વર્ષીય મહિલાએ ચાંદખેડા પોલીસ સમક્ષ પતિ તેમજ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે પરિવારના સભ્યોએ તેને બીકોમની છેલ્લા વર્ષની પરીક્ષા ન આપવા દીધી હોવાનો અને પિયરમાં પાછી મૂકી આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

શુક્રવારે ચાંદખેડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં, મહિલાએ કહ્યું હતું કે તેણે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૦માં રાજસ્થાનના કોટામાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે, મહિલાએ તેના પતિ અને સાસરિયાને લગ્ન બાદ પણ તે ભણવા માગતી હોવાનું કહ્યું હતું અને તેઓ સંમત પણ થયા હતા.

જાે કે, લગ્ન બાદ કોટામાં સાસરે શિફ્ટ થયા બાદ તેઓ તેને અલગ-અલગ કારણથી ભણવા દેતા નહોતા, તેવો આરોપ તેણે લગાવ્યો હતો. ઓગસ્ટ, ૨૦૨૦માં જ્યારે તેને પરીક્ષા આપવાની હતી ત્યારે મહામારી અને ત્યારબાદના લોકડાઉનના કારણે સ્થગિત રહેતા, તેના પતિએ તેને કોલેજના બદલે ઓનલાઈન પરીક્ષા આપવાનું કહ્યું હતું.

આ દરમિયાન, મહિલા પ્રેગ્નેન્ટ થઈ હતી અને તેણે તેના પતિને પિયર મૂકી જવા કહ્યું હતું, જેથી તે અભ્યાસ કરી શકે અને બીકોમની પરીક્ષા આપી શકે. પરીક્ષા ૨૬ ઓક્ટોબર, ૨૦૨૦માં યોજાનારી હતી પરંતુ તે જ દિવસે તેની સાસુ અને નણંદ તેના ચાંદખેડામાં રહેતા તેના માતા-પિતાના ઘરે તેને કોટા પરત લઈ જવા માટે પહોંચી ગઈ હતી. જ્યારે તેણે પરીક્ષા આપ્યા બાદ તેમની સાથે પરત જવાની વાત કરી ત્યારે, સાસુ તેમજ નણંદે તેને માર માર્યો હતો.

સાસુ અને નણંદે મહિલાના માતા-પિતાને જાે તેમની દીકરી પતિ સાથે રહેવા માગતી હોય તો દહેજમાં ૮થી ૧૦ લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે, માર મારવાના કારણે તેને ગર્ભપાત થઈ ગયો હતો અને તેને ચાંદખેડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન જાે કે, આ દરમિયાન તેને ન તો તેનો પતિ મળવા આવ્યો કે સાસરિયાં. જે બાદ તેણે ચાંદખેડા પોલીસ સમક્ષ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.