Western Times News

Gujarati News

૨૦૨૪ સુધી પીઓકે ભારતનો ભાગ બની જશે: કેન્દ્રીય મંત્રી

મુંબઈ, કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલે કહ્યું છે કે સંભવતઃ ૨૦૨૪ સુધીમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ બની જશે અને દેશ માટે વિભિન્ન નક્કર પગલાં ભરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ના નેતૃત્વની પ્રશંસા કરીના નેતૃત્વની પ્રશંસા કરી.

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં પંચાયતી રાજ બાબતોના રાજ્યમંત્રીપાટીલે એમ પણ કહ્યું હતું કે મોદી બટાકા અને ડુંગળીના ભાવ ઘટાડવા માટે પ્રધાનમંત્રી નથી બન્યા. તેમણે એમ પણ કહ્યું કે લોકો ડુંગળી જેવી વસ્તુઓના ભાવમાં વધારાની ફરિયાદ કરે છે પરંતુ પિત્ઝા અને મટન (માંસ) ખરીદવામાં અચકાતા નથી.

થાણે જિલ્લાની ભિવંડી બેઠકના સાંસદ પાટીલે પણ કહ્યું હતું કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારાને કોઈ સમર્થન આપશે નહીં. એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે, ‘ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ દેશ માટે કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.’તેમણે આગળ કહ્યું, ‘વડાપ્રધાન મોદીએ દેશનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખવું જાેઈએ કારણ કે તેમણે સીએએસ (સંશોધિત નાગરિકતા કાયદો લાવવામાં), બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ વગેરેની મોટાભાગની જાેગવાઈઓને નાબૂદ કરવાનું કામ કર્યું છે. મને લાગે છે કે ૨૦૨૪ સુધીમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ બની જશે.

પાટીલે કહ્યું કે લોકો ૭૦૦ રૂપિયામાં માંસ,૫૦૦-૬૦૦ રૂપિયામાં પિત્ઝા ખરીદી શકે છે, પરંતુ ૧૦ રૂપિયામાં ડુંગળી અને ૪૦ રૂપિયામાં ટામેટા આપણા માટે મોંઘા છે.’ તેમણે કહ્યું, ‘ભાવ વધારાને કોઈ સમર્થન નહીં આપે, પરંતુ બટાટા-ડુંગળીના ભાવ ઘટાડવા માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી બન્યા. જાે તમે આ વસ્તુઓના ભાવ વધારા પાછળનું કારણ સમજાે, તો તમે વડા પ્રધાનને દોષી ઠેરવશો નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.