Western Times News

Gujarati News

તેજસ્વીની જીત પર ફેન્સ ગુસ્સે: કલર્સનાં કલાકારોને જીતાડવાનો આરોપ મુક્યો

મુંબઇ, તેજસ્વી પ્રકાશે બિગ બોસ ૧૫ની ટ્રોફી જીતી લીધી છે. વિજેતાની ટ્રોફીની સાથે તેજસ્વી પ્રકાશને ઈનામી રકમ તરીકે ૪૦ લાખ રૂપિયા મળ્યા છે. આ સાથે જ તેજસ્વી પ્રકાશનાં ચાહકોએ સોશિયલ મીડિયા પર ઉજવણી શરૂ કરી છે. તો બીજ તરફ બિગ બોસનાં ફેન્સ તેજસ્વી પ્રકાશનાં વિનર બનવા પર નારાજગી વ્યક્ત કરી છે.

તેજસ્વી પ્રકાશે ફિનાલે રેસમાં પ્રતિક સહજપાલ અને કરણ કુન્દ્રાને હરાવ્યા છે. બિગ બોસ ૧૫ની શરૂઆતથી જ તેજસ્વી પ્રકાશે પોતાના શાનદાર રમત આયોજનથી લોકોનાં દિલ જીતી લીધા હતા. શરૂઆતથી જ, તેજસ્વી પ્રકાશે આ શો નાં દર્શકોનું ખૂબ જ મનોરંજન કરવાનો પ્રયાસ કર્યો અને આજે તેમના પ્રયત્નો ફળ્યા છે.

જાે કે બીજી તરફ બિગ બોસનાં ચાહકોએ આ ર્નિણય પર નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેજસ્વી અને બિગ બોસ શો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે (રવિવાર) તેજસ્વીને શો નાં વિજેતા જાહેર થતા જ ટિ્‌વટર પર યુઝર્સ તરફથી તેજસ્વી વિરુદ્ધ ટિપ્પણીઓ આવવા લાગી હતી. તેજસ્વીની જીત પર ઘણા યુઝર્સ શોમાં જીતને પહેલાથી જ નિશ્ચિત ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકે પ્રતીક સહજપાલને ટ્રોફીનો યોગ્ય માલિક ગણાવ્યો છે.

એક યુઝરે લખ્યું, ‘ના, તે હકદાર નથી, તે કલર્સની વહુ છે, તેથી તેને વિજેતા બનાવવામાં આવી છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘કલર્સ હંમેશા પક્ષપાતી હોય છે, મને એ નથી સમજાતું કે જ્યારે તમારે ફક્ત તમારા કલર્સનાં લોકોને જ જીતાડવાના છે, તો તમારે ટ્રોફી સીધી તેમને કુરિયર કરવી જાેઈએ, તમે શા માટે ખાલી જનતાનો સમય બગાડો છો. ઉમરને અધવચ્ચેથી નીકાળી દેવામાં આવ્યો અને હવે પ્રતિક જે વિજેતા બનવા લાયક હતો.’ એક યુઝરે લખ્યું, ‘શરમજનક અને બેકાર @itsmetejasswi vamp BB15ની વિજેતા બની.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.