Western Times News

Gujarati News

બગદાદ એરપોર્ટ પર રોકેટ હુમલો: કુવૈતે ઈરાકની ફ્લાઈટ રોકી

બગદાદ, બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને રોકેટ હુમલા બાદ ઇરાકની ફ્લાઇટ્‌સ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. દરમિયાન ઈરાકી અધિકારીઓએ જણાવ્યું કે રોકેટ હુમલાના હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે. દેશની અગ્રણી એરલાઇન ‘કુવૈત એરવેઝ’એ કહ્યું કે વર્તમાન સંજાેગોને કારણે કુવૈત નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણની સૂચનાના આધારે ઇરાકની ફ્લાઇટ્‌સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.

ગયા અઠવાડિયે બગદાદ એરપોર્ટ પર છ રોકેટ છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં મુખ્ય રાષ્ટ્રીય એરલાઇન ઇરાકી એરવેઝના બે કોમર્શિયલ એરક્રાફ્ટને નુકસાન થયું હતું. હુમલા માટે ઈરાન સમર્થિત મિલિશિયા જૂથોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ઇરાકી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ એરપોર્ટ પર કથિત રીતે હુમલો કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ઉત્તરી પ્રાંત કિરકુક નજીક એક ચેકપોઇન્ટ પર આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જાે કે અધિકારીઓએ આનાથી વધુ માહિતી આપી નથી.

હુમલા પછી, ઇરાકી વડા પ્રધાન મુસ્તફા અલ-કાધિમીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી હતી કે તેઓ ઇરાકની મુસાફરી પર નિયંત્રણો લાદશે નહીં. ઈરાકી એરવેઝે કહ્યું કે હુમલાની કોઈ અસર થઈ નથી અને ફ્લાઈટ્‌સ ચાલુ રહેશે.

ઇરાકની સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ઉત્તરી પ્રાંત દિયાલામાં ઓચિંતો હુમલો કરવાની શંકાસ્પદ નવ ઇસ્લામિક સ્ટેટ જૂથના આતંકવાદીઓને મારી નાખ્યા છે. બંદૂકધારીઓએ વહેલી સવારે સેનાની બેરેકમાં ઘૂસીને ૧૧ જવાનોની હત્યા કરી નાખી હતી. હુમલા સમયે સૈનિકો અંદર સૂઈ રહ્યા હતા.

ઈરાકી સૈન્યના જણાવ્યા મુજબ, ત્રણ હ્લ-૧૬ ફાઈટર જેટ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે સ્લીપર સેલને જડમૂળથી ઉખેડવા માટે વધુ ઓપરેશનની યોજના છે. ઇરાકમાં આઇએસઆઇએસ સાથે જાેડાયેલા હુમલામાં વધારો જાેવા મળી રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.