Western Times News

Gujarati News

બિલબોર્ડથી જીવનસાથી શોધનારા યુવકનો સ્ટંટ

લંડન, બ્રિટનના રસ્તાઓ પર બિલબોર્ડ લગાવડાવીને જીવનસાથી શોધનારા મુસ્લિમ યુવકને એક કે બે નહીં પરંતુ ૫ હજારથી વધુ યુવતીઓએ લગ્ન માટે સંપર્ક કર્યો. મોહમ્મદ મલિકનું કહેવું છે કે તે અરેન્જ મેરેજથી બચવા માંગે છે, આથી તે પોતાના લાઈફ પાર્ટનરની શોધ પોતે કરી રહ્યો છે. પોતાનીઆ અનોખી તલાશના પગલે મલિક સમગ્ર બ્રિટનમાં પ્રખ્યાત થઈ ગયો છે.

જાે કે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ મોહમ્મદ મલિકની લાઈફ પાર્ટનર શોધવાની વાતને પબ્લિક સ્ટંટ ગણાવવામાં આવ્યો છે. મુસ્લિમ ડેટિંગ એપ મઝમેચે પણ આ વાત સ્વીકારી છે. મલિકે પણ હવે ટિ્‌વટર પર લખ્યું છે કે લોકો તેને મઝમેચ પર સર્ચ કરી શકે છે.

ત્યારબાદથી સોશિયલ મીડિયા પર ભાત ભાતની કમેન્ટ આવી રહી છે. અત્રે જણાવવાનું કે મુસ્લિમ યુવકે ઈંફાઈન્ડમલિકએવાઈફ હેશટેગ પણ સોશિયલ મીડિયા પર ખુબ પ્રચલિત કરાવ્યો હતો અને વેબસાઈટ ફાઈન્ડમલિકએ વાઈફ.કોમ પણ બનાવી નાખી હતી.

મોહમ્મદ મલિક લંડનમાં રહે છે. તેણે બર્મિંઘમ, લંડન સહિત અનેક જગ્યાઓ પર અનોખા લગ્નના બોર્ડ મરાવ્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે મને અરેન્જ મેરેજથી બચાવો. ત્યારબાદ પાંચ હજારથી વધુ યુવતીઓએ લગ્ન માટે તેનો સંપર્ક કર્યો. હવે મુસ્લિમ ડેટિંગ એપના ખુલાસાથી આ યુવતીઓની આશાઓ તૂટી ગઈ છે.

મલિકની વેબસાઈટનું નામ પણ હવે બદલીને ‘ફાઈન્ડ મલિક એ વાઈફ ઓન મઝમેચ’ રાખવામાં આવ્યું છે. જેનાથી ખબર પડે છે કે બધુ ફક્ત એક પબ્લિક સ્ટંટ હતો. આ બાજુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ લખ્યું કે મલિક પહેલેથી જ પરિણિત છે અને ઈંફાઈન્ડમલિકએવાઈફ કેમ્પેઈન ફર્જીવાડા જેવું લાગે છે. આ અંગે મઝમેચ ના ફાઉન્ડર શહજાદ યુનિસે પણ ટ્‌વીટ કરી છે.

તેણે લખ્યું છે કે ‘સિક્રેટ્‌સ આઉટ’. બ્રિટનમાં કેટલાક નવા બિલબોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. જેમાં મલિકનું મઝમેચ પ્રોફાઈલ દર્શાવવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાને એન્ટરપ્રેન્યોર ગણાવ્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પૂછી રહ્યા છે કે શું ખરેખર મોહમ્મદ મલિક સિંગલ છે? કારણ કે જે વીડિયો કેમ્પેઈનમાં તે જાેવા મળી રહ્યો છે તેમાં તેની નજીક એક મહિલા બેઠેલી જાેવા મળે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.