Western Times News

Gujarati News

પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ પર ભાર મૂકાતા ભાવ વધી શકે

Files photo

નવી દિલ્હી, આ વખતના બજેટમાં સરકારે એક એવી દરખાસ્ત કરી છે જેના કારણે પેટ્રોલ માટે તમારે વધારે રૂપિયા ચુકવવા પડશે.
સરકાર પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ પર ભાર મુકી રહી છે. તેથી ઇથેનોલના મિશ્રણ વગરના (અનબ્લેન્ડેડ) પેટ્રોલના ભાવમાં ઓક્ટોબરથી વધારો થશે. ખાનગી ફ્યુઅલ રિટેલરે ઇથેનોલના વપરાશને વેગ આપવા માટે બ્લેન્ડેડ પેટ્રોલ જ વેચવું પડશે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે બજેટના ભાષણ દરમિયાન કહ્યું હતું કે બ્લેન્ડેડ ઇંધણનો વપરાશ વધારવો એ આ સરકારની પ્રાથમિકતા છે. તેથી પહેલી ઓક્ટોબરથી અન-બ્લેન્ડેડ ઇંધણ (ઇથેનોલ વગરનું ઇંધણ) પર લિટર દીઠ બે રૂપિયાની વધારે એક્સાઈઝ ડ્યુટી લાગુ પડશે.

હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં પેટ્રોલમાં જુદા જુદા પ્રમાણમાં ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. સરકારી માલિકીની કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ અને બીપીસીએલ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ વેચે છે, જ્યારે ખાનગી કંપનીઓ મોટા ભાગે ઇથેનોલ વગરનું પેટ્રોલ વેચે છે.

હાલમાં સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા પેટ્રોલમાં લગભગ ૮ ટકા ઇંધણ ઇથેનોલથી મિક્સ હોય છે. ભારતના જે વિસ્તારોમાં સ્ટોરેજની અછત હોય અથવા ઇથેનોલના ઉત્પાદનથી દૂર હોય ત્યાં બ્લેન્ડેડ રેશિયો નીચો હોય છે.

ઇન્ડિયન શુગર મિલ્સ એસો.ના ડિરેક્ટર જનરલ અબિનાશ વર્માએ જણાવ્યું કે સરકારે બ્લેન્ડિંગ પ્રોગ્રામને આગળ વધારવા માટે મજબૂત સિગ્નલ આપ્યો છે. સમસ્યા એ છે કે ભારતમાં મોટા ભાગે નોન-બ્લેન્ડેડ ફ્યુઅલ જ વેચાય છે. દેશમાં અત્યારે ફ્લેક્સિબલ એન્જિન એન્જિન વિકસાવવા પર ભાર મુકાય છે જે એકથી વધારે ઇંધણથી ચાલી શકે.

મોદી સરકારે ઇથેનોલ આધારિત પેટ્રોલ અથવા શુદ્ધ ઇથેનોલ તરફ વળવા માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કર્યા છે. તેના દ્વારા દેશમાં વાહન પ્રદૂષણ ઘટાડી શકાશે તથા ઓઈલની આયાત પણ ઘટશે.

આ ઉપરાંત પ્રદૂષણને ઘટાડવા માટે સરકાર જૂના વાહનો સામે કડક પગલાં લે તેવી શક્યતા છે. એવું પણ શક્ય છે કે જૂની કારને ફરજિયાત સ્ક્રેપમાં આપીને નવું વાહન ખરીદવું પડે.

ઇથેનોલ મિક્સ ન હોય તેવા ઇંધણ પર વધારે ટેક્સ નાખીને સરકાર તેને ક્લાઈમેટ એક્શન તરીકે પણ ઓળખાવી શકે છે.
તાજેતરમાં સરકારે જૂના વાહનોના નિકાલ માટે નીતિ જાહેર કરી હતી. તેના કારણે ૧૫ વર્ષથી જૂના વાહનોને ચલાવવા મુશ્કેલ બની જશે અને તેને ટ્રાન્સફર પણ નહીં કરી શકાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.