Western Times News

Gujarati News

શહેરોમાં સ્ટ્રીટલાઈટ મેન્ટેનન્સમાં ડખા કરતી ઈઈએસએલને તગેડી મૂકવા દરખાસ્ત

ગાંધીનગર, શહેરોમાં એલઈડી સ્ટ્રીટ લાઈટના મેન્ટેનન્સમાં ડખા કરી રહેલી ભારત સરકારની એનર્જી એફીશયન્સી સર્વીસ લીમીટેડ-ઈઈએસએલનો કોન્ટ્રાકટ રદ કરીને તેને આ સેવામાંથી રૂખસદ આપવા રાજયના શહેરી વિકાસ વિભાગે તૈયારી કરી છે.

વિધાનસભાના આગામી બજેટ સત્રમાં સ્ટ્રીટ લાઈટના રીપેરીગ અને મેન્ટેનન્સની જવાબદાર પહેલાની જેમ ફરીથી મ્યુ. કોર્પોરેશન અને નગરપાલિકાઓને સોપવા આર્થિક જાેગવાઈ સાથે સરકાર નવી જાહેરાત કરશે તેમ મનાય છે. વિતેલા પાંચ-છ વર્ષમાં રાજયના જે શહેરોમાં વીજબીલ ઘટાડવા સ્ટ્રીટલાઈટને એલઈડીમાં તબદીલ કરવામાં આવી હતી. તેવી પાલિકાઓમાં હવે તેના મેન્ટેનન્સનો લઈને વ્યાપાકપણે ફરીયાદો થઈ છે.

હકીકતમાં તેના મેન્ટેનન્સની જવાબદારી કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયની ઈઈએસએલ કંપનીની જ બને છે પરંતુ, સરકારની આ કંપની દાદ આપતી નથી. આથી નાના શહેરોની નગરપાલિકાઓમાં એક વખત સ્ટ્રીટ લાઈટ બંધ થયા પછી ફરીથી શરૂ થતી નથી. જેના કારણે અનેક શહેરોના રસ્તાઓ ઉપર મહીનાઓ સુધી અંધારપટ સર્જાયો છે.

શહેરી વિકાસ વિભાગ સમક્ષ આ પ્રકારની રજુઆતો મળતા સરકારે મેન્ટેનન્સની જવાબદારી ફરીથી પાલિકાઓને હસ્તગત કરવા દરખાસ્ત થઈ છે. જેના માટે સરકાર દ્વારા વધારાની ગ્રાન્ટ આપશે. બીજી તરફ નિષ્કાળજી મુદ્દે વળતર મેળવવા કેન્દ્ર સરકારની ઈઈએસએલ સામે વળતર મેળવવા ગુજરાત સરકાર દાવો પણ કરશે તેમ કહેવાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.