Western Times News

Gujarati News

જેફ અંતરિક્ષમાં ૧૦ મિનિટ રહી Astronaut બનવા માંગે છે

નવી દિલ્હી, કહેવાય છે કે જાે વ્યક્તિ પાસે પૈસા હોય તો તે કંઈ પણ કરી શકે છે. આ વાત એમેઝોનના સીઈઓ જેફ બેઝોસમાં બંધ બેસે છે. તેમણે ૨૦૨૧માં ફક્ત તેની બાળપણની ઇચ્છા પૂરી કરવા માટે પોતાની જ કંપનીની એરસ્પેસમાં અવકાશમાં મુસાફરી કરી હતી.

માત્ર ૧૦ મિનિટ સુધી અંતરિક્ષમાં રહ્યા બાદ હવે તે અંતરિક્ષયાત્રી તરીકે પોતાનું નામ દાખલ કરવા માંગે છે. ડેલી સ્ટારના એક અહેવાલ મુજબ જેફ બેઝોસ હવે ઇચ્છે છે કે સ્મિથસોનિયન એર એન્ડ સ્પેસ મ્યુઝિયમમાં અવકાશયાત્રી તરીકે તેમનું નામ નોંધવામાં આવે.

તેમણે સ્મિથસોનિયનના એર એન્ડ સ્પેસ મ્યુઝિયમની નવી શાખાનું નામ લેવા માટે ૧૫-૨૦ અબજ રૂપિયા ખર્ચ કર્યા છે. હવે ફરી એકવાર ચર્ચા છે કે શું જેફ બેઝોસને ખરેખર સ્પેસ ટ્રાવેલર કહેવું જાેઈએ? અહેવાલ અનુસાર, એક ડીલ થઈ છે જેના દ્વારા એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસનું નામ આગામી ૫૦ વર્ષ સુધી સ્મિથસોનિયનના એર એન્ડ સ્પેસ મ્યુઝિયમમાં હાજર રહેશે.

તેમના નામે અહીં બેજાેસ લર્નિંગ સેન્ટર ખોલવામાં આવશે. આ સોદામાં મોરલ્સ ક્લોઝનો સમાવેશ થતો નથી જેથી કંપની પાસે નામકરણના અધિકારો છે અને તેઓ જ્યારે ઇચ્છે ત્યારે વિવાદિત નામો દૂર કરી શકે છે. આ ર્નિણય એક બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ છે. જાે કે આ વાતની ખબર પર મ્યુઝિયમે સ્પષ્ટતા આપી છે.

ન્યૂયોર્ક પોસ્ટમાં તેમણે કહ્યું કે બેજાેસે કોઇ પણ પ્રકારના નામકરણ અધિકારની માંગ કરી નથી. લર્નિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, આર્ટસ અને મેથ્સને લગતી બાબતો શીખવવામાં આવશે, જેથી તેઓ તેમાં પોતાની કારકિર્દી વધુ બનાવી શકે. જાેકે હજુ સુધી લર્નિંગ સેન્ટર પૂર્ણ થયું નથી, પરંતુ કરાર બાદ તરત જ આ સેન્ટરનું નામ બેઝોસના નામ પર રાખવામાં આવ્યું છે.

જુલાઈ ૨૦૨૧માં, જેફ બેઝોસ તેમની પોતાની કંપની બ્લુ ઓરિજિનના વિમાન દ્વારા અવકાશની સપાટીથી ૬૨ માઇલ ઉપર ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.