Western Times News

Gujarati News

માથુ કપાય તો વાંધો નહીં પણ વૃક્ષ નહીં કપાવા દઈએ,લોકો રસ્તા પર ઉતર્યા

રાંચી, નાનકડા ગામડાઓમાં લોકો પ્રકૃતિને ભણેલા ગણેલા શહેરીજનો કરતા વધારે પ્રેમ કરતા હોય છે. ઝારખંડના એક નાનકડા ગામડા ટોડાંગકેલમાં ૬ વૃક્ષ કાપવાના વિરોધમાં ગામના લોકો તંત્રની સામે રસ્તા પર ઉરી ગયા છે.જેના પગલે તંત્ર દ્વારા પોલીસ કાફલો ઉતારીને ગામને છાવણીમાં ફેરવી નાંખ્યા હતુ.

જાેકે એ પછી પણ લોકો હટવા માટે તૈયાર નહોતા.વિરોધ કરનારા ગામના લોકોનુ કહેવુ હતુ કે, માથુ કપાય તો ભલે પણ વૃક્ષ નહી કપાવા દઈએ અને એ પછી તંત્રને ઝુકવુ પડ્યુ હતુ અને હવે વધારે વૃક્ષ નહીં કપાય તેવી લેખિત ખાતરી આપવી પ ડી હતી.

મળતી વિગતો પ્રમાણે લોકોએ પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા.આ પહેલા તંત્ર દ્વારા આંબાના ૬ મોટા ઝાડ કાપી નાંખવામાં આવ્યા હતા.તેની સામે લોકો નારાજ થઈને રસ્તા પર ઉતર્યા હતા.

હવે તંત્ર દ્વારા બીજા વૃક્ષ કાપવા પર રોક લગાવાઈ હોવાથી હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે.જાેકે લોકોની જાગૃતિ જાેઈને ઉચ્ચાધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.આ ગામ જે જિલ્લામાં આવેલુ છે ત્યાંની ૯૦ ટકા વસતી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે .આમ છતા લોકોની પર્યાવરણ માટે ભારે જાગૃતિ દેખાઈ રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.