Western Times News

Gujarati News

૪૦૦માં ખરીદેલી ખુરશીની હરાજીથી ૧૩.૫ લાખ મળ્યા

લંડન, પ્રકૃતિએ મનુષ્યને શક્તિશાળી મગજની ભેટ આપી છે પરંતુ ઘણાં ઓછા લોકો તેનો ઉપયોગ કરી શકે છે. બ્રિટનની એક મહિલાએ માત્ર ૫ યુરોમાં એટલે કે આશરે ૪૧૭ રૂપિયામાં લાકડાની એક ખુરશી ખરીદી હતી.

આ ખુરશી ખરીદ્યા બાદ મહિલાએ એવું મગજ વાપર્યું કે, ખુરશી વેચીને તેણે ૧૬,૨૫૦ યુરો (આશરે ૧૩.૫ લાખ રૂપિયા) કમાઈ લીધા. ઈસ્ટ સસેક્સ ખાતે રહેતી બ્રાઈટને તે ખુરશી ભંગારમાંથી ખરીદી હતી. તે જ્યારે એક ઓક્શન એક્સપર્ટના સંપર્કમાં આવી તો તેને જાણવા મળ્યું કે, આ ખુરશી ૨૦મી શતાબ્દીની છે જેને ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના સ્થિત અવંત-ગાર્ડે કલા વિદ્યાલય માટે બનાવવામાં આવી હતી.

આ ખુરશીને ૧૯૦૨માં ખૂબ જ ફેમસ ઓસ્ટ્રિયાઈ ચિત્રકાર કોલોમન મોજર દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. મોજર, વિયના સેકેશન આંદોલનના અગ્રણી કલાકારોમાંથી એક હતા જેમણે પરંપરાગત કલાત્મક શૈલીઓને નકારી દીધી હતી. આ કારણે આ ખુરશીની ડિઝાઈન ખૂબ ખાસ બની જાય છે.

આ ઐતિહાસિક ખુરશીને વેચવા માટે સ્ટૈનસ્ટેડ માઉંટ ફિટચેટના સ્વૉર્ડર્સ ઓક્શનર્સમાં રજૂ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેયાઈ ડીલરે આ ખુરશી ખરીદી હતી. ઓક્શનમાં ખરીદી કર્યા બાદ તેમણે કહ્યું હતું કે, તેઓ આ ખુરશીની સેલ પ્રાઈઝથી ખૂબ જ ખુશ છે અને તે પાછી ઓસ્ટ્રિયા જઈ રહી છે તેને લઈને પણ પ્રસન્ન છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.