Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં ભાજપને જીતાડવા રાજ્યના નેતાઓને મોટી જવાબદારી

પ્રતિકાત્મક

અમદાવાદ, દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ઉત્તરાખંડમાં પણ વિધાનસભાની ૭૦ સીટો પર ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. અહીં ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે ઉત્તરાખંડમાં ભાજપને જીત અપાવવા માટે ગુજરાતના નેતાઓને જવાબદારી મળી છે.

ઉત્તરાખંડમાં સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી મળી છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉત્તરાખંડ જવાના છે. સરકારના પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદોને ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે.

ગઢવાલ ક્ષેત્રમાં પક્ષના ઉમેદવારોને ચૂંટણીમાં જીત અપાવવાનું કામ ગુજરાતના નેતાઓને સોંપવામાં આવ્યું છે. ગુજરાતના જે નેતાઓને જવાબદારી મળી છે તેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચૌધરી, સૌરભ પટેલ, ગણપતસિંહ વસાવા, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, બાબુ બોખરીયા, રણછોડ રબારી, કિશોર કાનાણી, જવાહર ચાવડા, આત્મારામપરમાર, મોહનભાઈ કુંડારિયા, રાજેશ ચુડાસમા, બાલકૃષ્ણ શુક્લા, દિનેશ અનાવડીયા અને મિતેશ પટેલનો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ વિધાનસભામાં કુલ ૭૦ સીટો છે. ભાજપે પાછલી ચૂંટણીમાં ૫૭ સીટો જીતીને સત્તા મેળવી હતી. આ વખતે ગઢવાલ ક્ષેત્રની ૪૧ સીટો પર ભાજપની ખાસ નજર છે. એટલે અહીં પ્રચારની જવાબદારી ગુજરાતના નેતાઓને પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પણ ગુજરાત ભાજપના અનેક નેતાઓ પ્રચાર કરી રહ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.