Western Times News

Gujarati News

હેડ ક્લાર્કની પરીક્ષા તારીખ ૨૦ માર્ચના રોજ લેવાશે

અમદાવાદ, રાજ્યના બહુચર્ચિત પેપર લીક કાંડ બાદ રદ થયેલી હેડ ક્લાર્ક ભરતીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. હવે હેડ ક્લાર્કની પરીક્ષા તારીખ ૨૦ માર્ચ, ૨૦૨૨ના રોજ લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળે આ વિષે પરિપત્ર બહાર પાડીને માહિતી આપી છે. હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરનો સમય બપોરે ૧૨થી ૨ વાગ્યાનો રહેશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા હેડ ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગ માટેની સુધારા જાહેરાત અન્વયે પ્રથમ તબક્કાની સ્ઝ્રઊ-ર્ંસ્ઇ પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તારીખ ૨૦ માર્ચ, ૨૦૨૨ રવિવારે બપોરે ૧૨થી ૨ વાગ્યા દરમિયાન યોજવા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

હેડ ક્લાર્ક વર્ગ-૩ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કૉલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખ ૨૦ માર્ચ, ૨૦૨૨ના દસ દિવસ પહેલા મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ જાેતાં રહેવાનું જણાવાયું છે.

અહીં નોંધનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો અને હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, પેપર લીક કાંડમાં તમામ આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ વિદ્યાર્થીઓના હિતમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જાે ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.

૮૮ હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી હતી, જેથી તેમના હિતમાં આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડ ક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.