Western Times News

Gujarati News

અમદાવાદમાં યુવતિઓની મશ્કરી કરતા ૯ રોમિયો ઝડપાયા

પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરીઃ રિવરફ્રંટ પર વિશેષ તકેદારી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે નવલા નોરતાના પ્રથમ બે દિવસ દરમિયાન નવરાત્રિની ઉજવણી થઈ શકી ન હતી મોટાભાગના સ્થળો ઉપર ગરબા મહોત્સવ રદ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ મેઘરાજાએ ખમૈયા કરતા શહેરભરમાં તેની મોડી રાત સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિ દરમિયાન આવારા તત્વો દ્વારા યુવતિઓની મશ્કરી કરવામા આવતી હોવાથી પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી હતી અને આવા તત્વોને ઝડપી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

ગઈકાલે આઠમા નોરતે પોલીસની જુદી જુદી ટીમો ઉપરાંત મહિલા પોલીસની બનાવવામાં આવેલી ખાસ ટીમોએ શહેરમાંથી ૯ રોમિયોને ઝડપી લઈ તેઓની સામે કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં નવલા નોરતા દરમિયાન યુવતિઓ મન મુકીને ગરબે ઘુમી શકે તથા રાત્રે રસ્તાઓ ઉપર પણ તેમને કોઈ પરેશાની ન થાય તે માટે પોલીસતંત્ર સજ્જ બન્યુ હતું આવારા તત્વોને ઝડપી લેવા માટે મહિલા પોલીસની સી ટીમ બનાવવામાં આવી હતી આ ઉપરાંત સ્થાનિક પોલીસને પણ સતત પેટ્રોલીંગનો આદેશ આપવામાં આવ્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશ બાદ ખાનગીરાહે શહેરના રસ્તાઓ તથા ગરબા મહોત્સવના સ્થળો પર વોચ રાખવામાં આવી હતી મહિલા પોલીસની સી ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘુમતી જાવા મળતી હતી.

નોરતા દરમિયાન આવારાતત્વોની સામે કાર્યવાહી કરવા માટે પ્રથમ દિવસથી જ પોલીસ એલર્ટ બનેલી હતી ગઈકાલે આઠમા દિવસે શહેરમાં શેરીઓમાં મોડીરાત સુધી ખેલૈયાઓ મન મુકીને માતાજીની ભક્તિ  કરતા અને ગરબે ઘુમતા જાવા મળ્યા હતાં જેના પરિણામે પોલીસ પણ મોડી રાત સુધી રસ્તા પર પેટ્રોલીંગ કરતી જાવા મળતી હતી અમદાવાદ શહેરના રિવરફ્રંટ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

ગઈકાલે સમગ્ર રિવરફ્રંટ પર સતત પેટ્રોલીંગ તથા પોલીસની જુદી જુદી ટીમો વોચ રાખતી હતી આ દરમિયાન રિવરફ્રંટ પરથી યુવતિઓની મશ્કરી કરતા ત્રણ રોમિયોને ઝડપી લેવામાં આવ્યા હતા અને આ તમામને સ્થાનિક પોલીસને સોંપી દેવાતા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વાડજ વિસ્તારમાંથી પણ એક રોમિયોને ઝડપી લેવામાં આવ્યો હતો.

શહેર પોલીસતંત્ર દ્વારા આ વખતે બાઈકર્સ ગેંગ સામે પણ કાર્યવાહી કરવા માટે અગાઉથી જ સતત પેટ્રોલીંગનો આદેશ અપાયો હતો જાકે છેલ્લા બે વર્ષથી પોલીસની સતર્કતાના કારણે બાઈકર્સ ગેંગ રસ્તા પર જાવા મળતી નથી જેના પરિણામે નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે. જાકે આજે નોરતાના અંતિમ દિવસે વિશેષ તકેદારી રાખવા પોલીસ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.

ગઈકાલે રાત્રે ઈસનપુર વિસ્તારમાંથી ત્રણ રોમિયોને ઝડપી લેવામાં આવ્યા હતા. જયારે મણિનગર વિસ્તારમાંથી ર રોમિયો ઝડપાયા હતાં. આમ ગઈરાલે રાત્રિ દરમિયાન કુલ ૯ રોમિયોને ઝડપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.