Western Times News

Gujarati News

મમતા બેનર્જી કોઈ પણ પક્ષને સમર્થન આપે, યુપીમાં ભાજપ જ જીતશે: દિલીપ ઘોષ

કોલકતા, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. ઘોષે કહ્યું કે જાે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી કોઈપણ રાજકીય પક્ષને સમર્થન કરશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં તેની કોઈ અસર નહીં થાય.

આગામી સામાન્ય ચૂંટણીની તૈયારી કરી રહેલા મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ આ વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં. તેણીએ કહ્યું છે કે ૮ ફેબ્રુઆરીએ હું સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને સમર્થન આપીશ.

તૃણમૂલ કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડશે. સુત્રોના જણાવ્યા અનુસાર દિલીપ ઘોષે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે પણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જ જીતશે.

તેમણે કહ્યું, ‘આ લોકશાહી છે. કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. તે (મમતા બેનર્જી) તમિલનાડુમાંથી પણ ચૂંટણી લડી શકે છે. ઉત્તર પ્રદેશમાં કોઈને પણ સમર્થન આપો, ચૂંટણી પરિણામ પર તેની અસર નહીં થાય. બીજેપી બીજી વખત જીતશે.

ઉત્તર પ્રદેશના લોકો યોગી આદિત્યનાથના શાસનથી ખુશ છે. આ સાથે જ ઘોષે દાવો કર્યો કે મમતા બેનર્જીને અખિલેશ યાદવના પ્રચાર માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તે બળજબરીથી ઉત્તર પ્રદેશ જઈ રહી છે. છેલ્લી વખત જ્યારે તે લખનૌ ગઈ હતી ત્યારે પણ મુલાયમ સિંહ તેને મળ્યા ન હતા.

રાષ્ટ્રીય રાજકારણમાં મમતા બેનર્જીની મહત્વાકાંક્ષા વિશે, ઘોષે કહ્યું કે તેમની મહત્વાકાંક્ષા કામ કરી રહી નથી કારણ કે જેઓ ગોવામાં ્‌સ્ઝ્રમાં જાેડાયા હતા તેઓ હવે ભાગી ગયા છે. ૨૦૨૪ હજુ દૂર છે, તે પહેલા ઘણી ચૂંટણીઓ યોજાવાની છે. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જી બુધવારે જ ્‌સ્ઝ્રના અધ્યક્ષ તરીકે ફરી ચૂંટાઈ આવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.