Western Times News

Gujarati News

જિલ્લા પંચાયતનું નવીન બિલ્ડીંગને કારણે રસ્તો સાંકડો થતાં રહીશોનો હલ્લાબોલ

ગોધરા જિલ્લા પંચાયત ભવનની પાછળની સોસાયટીના નાગરિકોનો હલ્લાબોલ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ખાતે હાલ નવીન નિર્માણ પામતી જિલ્લા પંચાયત ભવનની પાછળ ના ભાગમાં આવેલા સોસાયટીના રહીશો દ્વારા રસ્તા ને લઈને હલ્લાબોલ કરી નવીન રસ્તાની માંગ સાથે જીલ્લા કલેકટર સહિત ના તંત્ર ને રજૂઆત કરવામાં આવી હતી.

ગોધરા ખાતે આવેલા જિલ્લા પંચાયતનું નવીન બિલ્ડીંગ બનાવવાનું કામ પ્રગતિમાં છે ત્યારે જિલ્લા પંચાયત ભવનની પાછળના ભાગમાં આવેલા વ્હોરા ચાલ અને ટીચર્સ સોસાયટીના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં અવરજવર કરવા માટે વર્ષો જૂનાં સાંકડા રસ્તાને લઈને હલ્લાબોલ કર્યો હતો.

જિલ્લા પંચાયત ભવન ની પાછળના ભાગે આવેલ વ્હોરાચાલ અને ટીચર્સ સોસાયટીમાં ૩૦૦ ઉપરાંત રહેણાક મકાનો આવેલા છે જેમાં ૨૫૦૦ થી વધુ લોકો વસવાટ કરે છે. આ સોસાયટી વિસ્તારમાં અવરજવર માટે વર્ષો જૂનો માત્ર પાંચ જ ફૂટનો રસ્તો આપવામાં આવેલ છે.

સોસાયટીમાં અવર-જવર માટે અન્ય કોઇ રસ્તો છે જ નહીં. હાલમાં સોસાયટી વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ કે અન્ય કોઈ મોટું વાહન અવર-જવર કરી શકતું નથી.જેના કારણે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ જ પરિણામ મળ્યું નથી.

હાલમાં જિલ્લા પંચાયત પંચમહાલના નવીન બિલ્ડીંગ નું કામ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનિકો દ્વારા આજે હલ્લાબોલ કરીને તેઓના વિસ્તારમાં અવરજવર કરવા માટે હાલમાં જે પાંચ ફૂટ નો રસ્તો છે તે રસ્તો ૨૦ ફૂટનો કરી આપવામાં આવે તેવી માગ જિલ્લા પંચાયત પ્રમુખને કરવામાં આવી હતી.

સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે હાલમાં ચાલી રહેલા જિલ્લા પંચાયત ભવનના નિર્માણ કાર્ય દરમિયાન જિલ્લા પંચાયતની જમીન માંથી ૧૫ ફૂટ જગ્યા વધારાની આપવામાં આવે અને પાંચ ફૂટના રસ્તાને ૨૦ ફૂટ નો રસ્તો કરી આપવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ કરી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.