Western Times News

Gujarati News

કિશન ભરવાડ હત્યા કેસઃ શબ્બીરે ઐયુબ અને ઉસ્માની સાથે ફોન પર વાતો કરી હતી

અમદાવાદ, ધંધુકામાં બનેલા કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસ દરમિયાન લગભગ દરરોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં હત્યારો શબ્બર જે મૌલાના ઐયુબ અને મૌલાના ઉસ્માનીને ઓળખવાનો ઈનકાર કરતો હતો, પરંતુ તેમની સાથે સતત ફોનથી સંપર્કમાં રહ્યો હોવાનું બહાર આવ્યું છે.

આ સિવાય મૌલાના ઉસ્માનીના ઈશાર હિન્દુત્વનો પ્રચાર કરતા લોકોની માહિતી પણ એકત્રિત કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં બીએસ પટેલ, પંકજ આર્ય, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠી સહિતના લોકોનો સમાવેશ થાય છે. આ કેસમાં જાેડાઈ રહેલી કડીઓના આધારે ગુજરાત પોલીસની એટીએસ ટીમ દ્વારા વધુ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે અને તેની સાથે કેટલાક મોટા અને મહત્વન ખુલાસા પણ થઈ રહ્યા છે.

રિપોર્ટ્‌સ મુજબ કિશન ભરવાડ કેસમાં નવો ખુલાસો એ થયો છે કે હત્યારા શબ્બીરે જે ઉસ્માનીને ઓળખવાનો ઈનકાર કર્યો હતો તેની સાથે ફોન પર ૧૦ વખત વાત કરી હોવાની વિગતો સામે આવી છે. કિશનની હત્યા પહેલા મૌલાના ઐયુબ અમદાવાદથી ધંધુકા ગયો હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં ઘટનાક્રમ માટે રેકી કરાઈ હોવાનું રિપોર્ટ્‌સમાં કહેવાઈ રહ્યું છે.

આ સિવાય પોરબંદરના સાજણ ઓડેદરાને મોતને ઘાટ ઉતારવા માટે રેકી કરવા માટે શબ્બીર અને ઐયુબ બે વખત પોરબંદર ગયા હતા. રેકી કર્યા પછી તેઓ મુંબઈમાં ઉસ્માનીને પણ મળ્યા હતા. હવે આ કેસની તપાસની સાથે-સાથે કોઈ અન્ય વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

ધંધુકામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટના લીધે ઉશ્કેરાયેલા શબ્બીર અને ઈમ્તિયાઝે જાહેરમાં જ કિશન ભરવાડને ગોળી મારી દીધી હતી. આ કેસના લીધે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. જે બાદ તાત્કાલિક તપાસનો તેજ દોર આરંભીને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ધરપકડ પૂછપરછ અને ટેલિફોનિક રેકોર્ડના આધારે કેટલીક મહત્વની વિગતો સામે આવી છે.

જેમાં આ કટ્ટરપંથી ટુકડી દ્વારા હિન્દુત્વનો પ્રચાર કરનારા બીએસ પટેલ, પંકજ આર્ય, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠી, મહેન્દ્ર આર્ય, નરસિંહાનંદ, રાહુલ આર્ય, રાધેશ્યામ આચાર્ય, ઉપદેશ રાણા, ઉપાસનાઆર્ય, આરએસએન સિંઘ સહિતના લોકોની વિવિધ પ્લેટફોર્મ પરથી સંપૂર્ણ માહિતી એકત્રિત કરીનને તેમની કુંડળી તૈયાર કરી લીધી હતી.

કટ્ટરપંથી ટુકડીએ જે લિસ્ટ તૈયાર કર્યું હતું તે પછીનો શું પ્લાન હતો તે દિશામાં પણ ઊંડી તપાસ થતા વધુ કેટલાક નામો સામે આવે તેવી શક્યતા અંગે ચર્ચાઓ થઈ રહી છે.

પોરબંદરના સાજણ આડેદરા નામના યુવકે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ બાદ પોલીસે તેને પકડી લીધો હતો, જ્યારે બીજી તરફ મૌલના ઐયુબ અને શબ્બીર હથિયાર સાથે પોરબંદર રેકી કરવા માટે પહોંચ્યા હતા પરંતુ તે હાથમાં ના આવતા બન્ને મુંબઈ પહોંચ્યા હતા અને કમર ગની સાથે મીટિંગ કરી હતી. હવે આ દિશામાં એટીએસ દ્વારા વધારે તપાસ કરવામાં આવી રહી છે.

વધુ એક વિગત એવી પણ સામે આવી છે કે લોકોને ઉશ્કેરવા માટે ઐયુબ દ્વારા જે પુસ્તક લખવામાં આવ્યું હતું તેની ૪૦૦૦ કોપી છાપવામાં આવી હતી પરંતુ પોલીસને તપાસ દરમિયાન માત્ર ૧૦૦૦ કોપી જ મળી હતી હવે બાકીની ૩૦૦૦ કોપી કોને અપાઈ છે તેની તપાસ કરવામાં આવશે. હત્યારાએ હત્યા બાદ પોતાના બે મોબાઈલ ફોન અને ત્રણ સિમકાર્ડ તોડીને તળાવમાં નાખી દીધા હતા જેને શોધવા માટે પણ તપાસ કરાઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.