Western Times News

Gujarati News

વિટામિન ડી લેવાથી કોવિડ દર્દીને ICU-વેન્ટિલેટરની જરુર નથી પડતી

Files Photo

અમદાવાદ, વિટામિન ડી જે સૂર્ય પ્રકાશમાં બિલકુલ મફતમાં પ્રચૂર માત્રામાં મળી રહે છે પરંતુ સાવ મફતમાં મળતા આ ખૂબ જ મહત્વના વિટામિનની ગુજરાતીઓમાં ઉણપ જાેવા મળે છે.

આ વાત આજે અહીં એટલા માટે કાઢી છે કે કારણ કે ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થની રિસર્ચ ટીમ દ્વારા એક અભ્યાસ કરીને એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે વિટામિન ડી કોરોનાને નાથવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને કોરોના દર્દીને બીજા સપ્લીમેન્ટની સાથે વિટામિન ડી સપ્લીમેન્ટ પણ આપવું જાેઈએ.

શું વિટામિન ડી સપ્લીમેન્ટ કોવિડ-૧૯ની ગંભીરતાને ઘટાડે છે? સિસ્ટમેટિક રિવ્યુના પૂરાવાની સમરી’ નામથી તૈયાર કરવામાં આવેલ આ રિસર્ચ પેપરને તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થતી સાયન્ટિફિક જર્નલ QJM માટે સ્વીકારવામાં આવ્યું છે.

આ રિસર્ચ પેપર ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર પ્રો. દિલીપ માવલંકર, ફેકલ્ટી મેમ્બર ડો. કોમલ શાહ તેમજ ઇન્સ્ટિટ્યુટના બે વિદ્યાર્થીઓ વર્ણા વીપી અને ઉજીતા શર્મા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

સંશોધન પત્ર અંગે વાત કરતા શાહે કહ્યું કે, ‘અમે મહામારીની શરુઆતથી જાન્યુઆરી ૨૦૨૨ સુધી ફિલ્ડમાં કરવામાં આવેલા કાર્યના રિવ્યુઝના રિવ્યુ કરવામાં આવ્યા છે.’

તેમણે આગળ કહ્યું કે ‘આ માટે ભારતીય નિષ્ણાંતો દ્વારા લખાયેલા ૧૦ જેટલા વૈશ્વિક રિસોર્સને ઉપયોગમાં લેવામાં આવ્યા જેના દ્વારા એવું પ્રતિપાદિત થયું કે વિટામિન ડી સપ્લીમેન્ટ કોવિડ દર્દીમાં મૃત્યુનું જાેખમ ઘટાડે છે સાથે સાથે બિમારીની ગંભીરતા ઘટાડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દીમાં ICU, વેન્ટિલેટરની જરુરિયાત પણ ઘટાડે છે.

આ અભ્યાસમાં સામે આવ્યું કે વિટામિન ડી કોવિડ દર્દીમાં મૃત્યુનું જાેખમ ૫૩ ટકા જેટલું ઘટાડે છે અને કૃત્રિમ વેન્ટિલેટરની જરુરિયાતને આ સપ્લીમેન્ટ ૪૬ ટકા જેટલી ઘટાડે છે. નિષ્ણાંતે કહ્યું કે જાેકે હજુ સુધી વિટામિન ડીને કોવિડ થયો હોય તે દરમિયાન અને તેના પછી પણ દર્દીને આપવામાં આવતા સપ્લીમેન્ટ્‌સમાં સામેલ કરવામાં આવ્યું નથી. જે તો ખરેખર ન હોવું જાેઈએ. તેમણે કહ્યું કે આ સપ્લીમેન્ટ ખૂબ જ સસ્તુ અને સહેલાઈથી મળી જાય તેવું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.