Western Times News

Gujarati News

પિતાને મુસીબતમાં જાેઈને બાળકી રડી પડી, લોકો ભાવુક થયા

File Photo

નવી દિલ્હી, દીકરીઓને પિતાની પરી કહેવામાં આવે છે તો આ એમ જ નથી કહેવાતું. સત્ય એ છે કે તેમના પિતાની ચિંતા અને તેમની કાળજી પુત્રીઓ કરતા વધારે બીજા કોઈને નથી. થોડા દિવસ પહેલા તમે ઇન્ટરનેટ પર એક દીકરીને પોતાના પિતાની ચિંતાને લઇને રડતી જાેઇ હશે.

એક નાનકડી છોકરી તેના પિતાની ચિંતામાં ભાવુક થતાં અને ડરી જતાં, તમારું હૃદય ઊભરી આવશે. એવું માનવામાં આવે છે કે પુત્રીઓ પિતાની નજીક હોય છે. દીકરીઓ પોતાના પિતાને કોઈ પણ મુસીબતમાં જાેઈ શકતી નથી, પછી ભલે તે નાની હોય કે મોટી હોય.

સોશિયલ મીડિયા પર આ ક્યૂટ અને અનોખા સંબંધ સાથે જાેડાયેલો એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ નાનકડા દેવદૂતની સંવેદના જાેઈને તમે પણ ભાવુક થઈ જશો. પોતાના પિતાને ખતરામાં જાેઇને એક નાનકડી બાળકી રડવા લાગે છે. તમે જાેઈ શકો છો કે કાચના પુલ પર કોઈ વ્યક્તિ ચાલી રહી છે, જેની એટલી અસર થાય છે કે પગ મુકતા જ કાચ તૂટવાનું મેહસૂસ થવા લાગે છે.

પરંતુ હકીકતમાં એવું કંઈ થઈ રહ્યું નથી. વીડિયોમાં એક વ્યક્તિને ડરના માર્યા ગ્લાસ બ્રિજ પર ચાલતા જાેઈને તેની દીકરી જાેરજાેરથી રડવા લાગે છે. જાે કે બાળકને રડતું જાેઈને પિતા તરત જ તેની પાસે આવે છે અને પોતાની પરીને ભેટી પડે છે.

વીડિયોનું લોકેશન ખબર નથી, પરંતુ તેને ઇન્સ્ટાગ્રામ પર beutefullplacee નામના આઈડી સાથે શેર કરવામાં આવી છે અને તેમાં લખ્યું છે – આ નાની બાળકીને ડર છે કે તેના પિતા ક્યાંક પડી ન જાય. લોકોએ આ વીડિયોને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને અત્યાર સુધીમાં તેને ૬૭ મિલિયન વ્યૂઝ એટલે કે ૬.૭ કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ ૪૬ લાખ લોકોએ પણ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જાેઈને લોકો ભાવુક થઇ રહ્યા છે અને વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.