Western Times News

Gujarati News

આમોદ પાલિકાની સામાન્ય સભાનો મહિલાઓએ ઘેરાવો કરી પાણી માટે ઉગ્ર રજુઆત કરતાં સભામાં ગરમાટો

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા ચાલતી હતી ત્યારે સામાન્ય સભામાં મારુવાસ તેમજ હિમ્મતપુરા વિસ્તારની બહેનો પાણીનો પોકાર કરતી કરતી સામાન્ય સભામાં ધસી આવી હતી અને સામાન્ય સભામાં બેઠેલા સદસ્યો તેમજ પદાધિકારીઓ સામે પાણીની ઉગ્ર માંગ કરી હતી.તેમજ અડધો કલાક સુધી સભાખંડની બહાર ઉભી રહી હલ્લો મચાવ્યો હતો.

મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારા વિસ્તારમાં પાણીનું ટેન્કર નહીં પહોંચે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી.જે બાબતે ઉપપ્રમુખ ઉષાબેન પટેલ તેમજ મહિલાઓ સામસામે આવી ગઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં છેલ્લા ત્રણ દિવસથી ઘર વપરાશી પાણી ના મળતું હોય મહિલાઓ રણચંડી બની પાણીનો પોંકાર કરતી પાલિકાની સામાન્ય સભામાં ધસી આવી હતી.જ્યારે પાણીનું ટેન્કર મહિલાઓના વિસ્તારમાં પહોંચ્યું ત્યારે મહિલાઓ પરત ગઈ હતી.

સામાન્ય સભામાં મહિલા ઉપપ્રમુખે મહિલાઓ માટે બીભત્સ શબ્દનો ઉપયોગ કરતા પાલિકામાં સન્નાટો છવાયો. આમોદ નગરમાં છેલ્લા ત્રણ દિવસથી ઘર વપરાશનું પાણી ના મળતું હોય હિમ્મતપુરા વિસ્તારની બહેનો પાણીની રજુઆત કરવા માટે પાલિકાની સામાન્ય સભામાં ધસી ગઈ હતી.અને માંગણી હતી કે અમારા વિસ્તારમાં પાણીનું ટેન્કર પહોંચાડો પછી જ અમે ઘરે જઈશું જે બાબતે મહિલા ઉપપ્રમુખ ઉષાબેન પટેલનો પિત્તો જતાં તેમણે સામાન્ય સભામાં જ મહિલાઓ માટે બીભત્સ શબ્દ નો ઉપયોગ કરતાં પાલિકાની સામાન્ય સભામાં હાજર સભ્યોમાં સોંપો પડી ગયો હતો.અને સભ્યોએ આવા શબ્દો ના વાપરવા જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.