Western Times News

Gujarati News

૪૭ શ્રમયોગીઓને નિવૃત્તિ સમયે મળવાપાત્ર તમામ લાભો આપવા હાઈકોર્ટનો હુકમ

(પ્રતિનિધી) ગોધરા, ગુજરાત હાઇકોર્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગના પંચાયત અને સ્ટેટ તથા સિંચાઇ તેમજ ફોરેસ્ટ વિભાગના કુલ મળી ૪૭ જેટલા શ્રમયોગીઓને નિવૃત્તિ સમયે મળવાપાત્ર તમામ લાભો આપી દેવા હાઈકોર્ટે આખરી હુકમ કર્યો છે.

પંચમહાલ મહીસાગર ખેડા વિગેરે જિલ્લા ના ગોધરા કાલોલ હાલોલ શહેરા લુણાવાડા તેમજ ખેડા જિલ્લાના નડિયાદ કપડવંજ આવેલ જુદા જુદા સરકારી વિભાગોમાં રોજમદાર તરીકે વર્ષોથી ફરજ બજાવતા શ્રમયોગીઓને નિવૃત્તિ સમયે કેટલાક લાભોથી વંચિત રાખતાઆ ૪૭ જેટલા કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન નો સંપર્ક કરી તેમને થયેલા અન્યાય બાબતે રજૂઆત કરેલ જે બાબતે ફેડરેશન દ્વારા માર્ગ અને મકાન પંચાયત સ્ટેટ સિંચાઈ અને ફોરેસ્ટ વિભાગના સરકારી અધિકારીઓને નોટિસ પાઠવી નિવૃત્ત રોજમદારોને બાકી નીકળતા તમામ લાભો સમય મર્યાદામાં ચૂકવી આપવા નોટિસ પાઠવી હતી.

પરંતુ જે તે સરકારી કચેરીઓ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર આપવામાં આવેલ ન હતો જેને લઇ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ માં વકીલ મારફતે લાભથી વંચિત ૪૭ જેટલા કામદારોને રોજમદાર તરીકે સળંગ નોકરી ગણિ બાકી નીકળતા તમામ લાભો આપવા કુલ ૨૫ જેટલી એસ.સી.એ દાખલ કરેલ આ તમામ અરજીઓની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ સમક્ષ ચાલી જતા આ કુલ ૪૭ જેટલા જુદા જુદા જિલ્લા અને તાલુકાઓમાં વિવિધ સંસ્થાઓમાં ફરજ બજાવતા નિવૃત્ત કામદારોને બે માસમાં જે પણ બાકી નીકળતા લાભોનું નાણા માં રૂપાંતર કરી તે ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.