Western Times News

Gujarati News

ચાંદખેડામાં ગઠીયાએ બે વ્યક્તિ સાથે ૧.૪પ લાખની ઓનલાઈન ઠગાઈ આચરી

(પ્રતિનિધિ) અમદાવાદ, ચાંદખેડા વિસ્તારામં અજાણ્યા શખ્શ દ્વારા અલગ અલગ દિવસોએ બે વ્યક્તિ સાથે કુલ ૧.૪પ લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાની ઘટના સામે આવી છે બંને ઘટનામાં ગુગલ પરથી બેંકનો નંબર મેળવવામાં આવ્યો હતો અને ગઠીયાએ બંને સાથે જુદી જુદી રીતે ઠગાઈ આચરી હતી.

પહેલી ઘટના ન્યુ ચાંદખેડામાં રહેતા અશ્વીનભાઈ પરમાર સાથે બની હતી જેમનું ક્રેડીટ કાર્ડ ઘરે આવતા તે કાર્ડ એક્ટીવ કરવા માટે તેમણે ગુગલમાં નંબર સર્ચ કર્યુ હતું જેમાં મળેલા નંબર પર સંપર્ક કરતા ગઠીયાએ તેમને લીંક મોકલીને ક્રેડીટ કાર્ડની માહીતી ભરાવડાવી હતી. બાદમાં અશ્વીનભાઈ કંઈ સમજે એ પહેલાં જ તેમના કાર્ડમાંથી ૭પ હજારની રકમ ઉપાડી લીધી હતી.

બીજી ઘટના મોટેરા ખાતે આવેલી સમૃધ્ધિ રેસીડેન્સીમાં રહેતા પુનમબેન સચદેવ સાથે બની હતી જેમની લંડન રહેતી પુત્રીને તેમણે એક લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ રૂપિયા પુત્રીને ન મળતાં તેણે આ અંગે પૂનમબેનને જણાવ્યું હતું જેથી તેમણે ગુગલમાંથી કસ્ટમર કેરનો નંબર શોધીને સંપર્ક કરતા ગઠીયાએ તેમની પાસે છહઅ ડ્ઢીજા નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને તેમાં તેમની ડેબીટ કાર્ડની માહીતી ભરાવડાવી હતી. બાદમાં ખાતામાંથી ટુકડે ટુકડે કુલ ૭૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ બંને ઘટના અંગે ચાંદખેડા પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.

એક જ ગઠીયાએ બંને સાથે ઠગાઈ કરી
આ બંને ઘટનામાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે બંને ઘટનામાં ગઠીયાનો ફોન નંબર સરખો જ છે પહેલી ઘટના ડિસેમ્બરમાં બની હતી જેની સાયબર ક્રાઈમમાં અરજી કરાઈ હતી જયારે બીજી ઘટના ૧૦ થી ૧૩ દિવસ બાદ બની હતી જેની પણ સાયબર ક્રાઈમમાં અરજી કરાઈ હતી બંને ઘટના વચ્ચે અંતર હોવા છતાં ગઠીયાએ ઠગાઈ આચરતા સાયબર ક્રાઈમે અગાઉની ઘટના બાદ કોઈ પગલાં લીધા હતાં કે કેમ તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.