Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા સિવિલમાં આરટીપીસીઆર લેબનો આરંભ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં તારીખ ૮- ૨- ૨૨ ને મંગળવારના રોજ આરટીપીસીઆર લેબ શરૂ કરાઈ. કોરોના મહામારીમાં પહેલા આરટીપીસીઆર ટેસ્ટ સાબરકાંઠા જિલ્લામાં ફક્ત હિંમતનગર ખાતે જ થતો હતો અને જેનો રિપોર્ટ ચાર-પાંચ દિવસે આવી શકતો હતો જેથી લોકોને અને તંત્રને હાલાકી થતી હતી.

ખેડબ્રહ્મા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડોક્ટર સાહેબ ના જણાવ્યા પ્રમાણે હવે કોરોના માટેનો મહત્વનો આરટીપીસીઆર ટેસ્ટ આ લેબમાં ખેડબ્રહ્મા ખાતે થઈ શકશે અને જે નું રીઝલ્ટ છ કલાક મા જ મળી શકે છે. અને સાથે સાથે આવા એક દિવસમાં ૫૦૦ જેટલા ટેસ્ટ થતાં લોકોને રાહત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.