Western Times News

Gujarati News

યુક્રેનને નાટોમાં સામેલ કરશો તો પરમાણુ યુધ્ધ

(એજન્સી) નવી દિલ્હી, યુક્રેનના મામલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મક્કમતા જાેતા પરિસ્થિતિ વધુ ચિંતાજનક બને તેવા નિર્દેશો મળી રહયા છે જાે યુક્રેનને નાટોમાં સામેલ કરવામાં આવશે તો પરમાણુ યુધ્ધની ચેતવણી પુતિને આપતા ખળભળાટ મચી ગયો છે એવુ કહેવાય છે કે પુતિને ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં આ ચેતવણી આપી છે.

રશિયાએ યુક્રેનના સંદર્ભમાં તલવાર ખેંચી છે તો સામે પક્ષે અમેરિકા સહિતના નાટો સભ્ય દેશો મેદાનમાં ઉતરી આવ્યા છે. રશિયાએ તો અંદાજે દોઢ લાખ સૈનિકોની તૈનાતી કરી દીધી છે અને જબરજસ્ત યુધ્ધાભ્યાસ બેલારૂસની સરહદે શરૂ કરી દીધો છે તો યુક્રેનના સૈનિકોને પણ અમેરિકા સહિતના દેશો ટ્રેનીંગ આપી રહયા છે. ગમે ત્યારે વાત વણસશે તેવુ અમેરિકાએ જણાવ્યું છે. રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે તેમ જગત જમાદાર તરફથી જણાવવામાં આવ્યું છે.

રશિયા નાટો દેશોની દાદાગીરી સામે નમતુ જાેખવા તૈયાર નથી. યુક્રેન નાટો દેશનું સદસ્ય બને તો અમેરિકા સહિત નાટો દેશોની સેના રશિયાની સરહદ નજીક પહોંચી શકે છે અને આ વાતને રશિયા કયારેય સ્વીકારશે નહિ. રશિયાના શસ્ત્રાગારમાં અત્યાધુનિક શસ્ત્રોનો ભંડાર છે તો નાટો દેશો કમ નથી.

નાટો દેશો પાસે રશિયાની માફક પરમાણુ શસ્ત્રોના ભંડાર છે જાે રશિયા- નાટો દેશો વચ્ચે યુધ્ધ થાય તો ચીન રશિયાની તરફેણમાં ઝંપલાવી શકે તેમ છે. આવી પરિસ્થિતિમાં વિશ્વકક્ષાએ તેની વ્યાપક અસર વર્તાશે. દરમિયાનમાં રશિયાએ પોલેન્ડ પાસે તેની સરહદમાં પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ મિસાઈલો ગોઠવી દીધી છે તેની સાથે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ મીગ-૩૧ વિમાનોને તૈનાત કરી દીધા છે. રશિયાની તૈયારીઓ અભૂતપૂર્વ છે.

રશિયાના લાખો સૈનિકો બખ્તરબંધ ટેંકો, આધુનિક શસ્ત્રો સાથે યુધ્ધભ્યાસ કરી રહયા છે. રશિયાની લશ્કરી તૈયારીઓની લગભગ ૭૦ ટકા તૈયારીઓ થઈ ગઈ છે તેમ સરંક્ષણ નિષ્ણાંતો જણાવી રહયા છે તો સાથે સાથે સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોને ગોઠવી દેવાયા છે રશિયાની તૈયારીઓને જાેતા અમેરિકા સહિતના નાટો દેશોએ તૈયારીઓ આરંભી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.