Western Times News

Gujarati News

ગુજરાતમાં સૌથી વધારે વાયુ પ્રદૂષણ અંકલેશ્વરમાં

વટવા અને વાપી કરતાં પણ અંકલેશ્વરમાં વાયુ પ્રદુષણની સ્થિતિ વધુ ગંભીર

અંકલેશ્વર, ગુજરાતની હવા ઝહેરીલી બની રહી છે. એટલે રાજયમાં હવા પ્રદુષણ વધી રહ્યું છે. સેન્ટ્રલ ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ એ કરેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે દેશના પશ્ચિમ રાજયો ગુજરાત અને મહારાષ્ટ્રની વાયુ ગુણવત્તાની સ્થિતિ વધારે ચિંતાજનક થતી જઈ રહી છે.

રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર કરતાં ગુજરાતના શહેરો ક્યાંય વધારે પ્રદુષિત છે જેમાં અમદાવાદ પાસે આવેલ વટવા અને ભરૂચ કરતા અંકલેશ્વરની સ્થિતિ વધારે ખરાબ છે. જયારે ર૦ર૧માં પીએમ ર.પ વાર્ષિક પ્રમાણમાં ૬.૭ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર આપવામાં આવ્યું હતું. જયારે વાપી તથા અમદાવાદની સ્થિતિ પણ હવા પ્રદુષણ મામલે ગંભીર છે. વાપીમાં સ્થળ પ૪ માઈક્રો ગ્રામ અને અમદાવાદમાં પ૩ માઈકોગ્રામ પ્રતિ ઘનમીટર રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડિસેમ્બરના અંત સુધીમાં અને જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં હવા પ્રદુષણનું સ્તર વધારે હોય છે. હવાના પ્રદુષણ ગુજરાતના કેટલાક શહેરોમાં ૭૧ ટકા જેટલો વધારો થયો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ રાજયોના શહેરોમાં લોકડાઉન બાદ પ્રદુષણની માત્રા વધી રહી છે

જાેકે પ્રદુષણની વાર્ષિક સરેરાશ સ્થિતિ જાેવામાં આવે તો તેનું સ્તર એટલું વધારે નથી તેમ છતાં મહારાષ્ટ્રમાં ખરાબ અને વાયુ પ્રદુષણના દિવસોની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે. ગુજરાતમાં પણ વાયુ પ્રદુષણની સંખ્યા વધી રહી છે. ગુજરાતના અંકલેશ્વરમાં સૌથી વધારે દિવસે હવાની ગુણવત્તા ખરાબ જાેવા મળી અહી વર્ષના ૧૦ર દિવસો સુધી હવાની ગુણવત્તા ખરાબ કે વધુ ખરાબ જાેવા મળી તેમજ વટવામાં ૭પ દિવસ સુધી આવી સ્થિતિ જાેવા મળી હતી.

આ બંને રાજયોમાં ડિસેમ્બરમાં હવાની સ્થિતિ ખરાબ થવાની શરૂઆતમાં થાય છે. જે જાન્યુઆરીના અંત સુધી રહે છે આંકડાના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે લોકડાઉન બાદ જે પ્રદુષણની માત્રા ઘટી હતી તે ફરી વધી રહી છે. ઉદ્યોગો, પરિવહન તથા વીજળી પ્લાન્ટમાં બળતા કોલસાને કારણે સતત હવામાં પ્રદુષણ વધી રહ્યો છે

જેના કારણે લાખો લોકો શ્વાસમાં ઝહેરીલી હવા લઈ રહ્યા છે. શિયાળામાં પ્રદુષણની સ્થિતિ વધારે વિકટ બની જાય છે. કારણ કે મોસમની ઠંડી અને શાંત સ્થિતિ પ્રદુષિત હવાને રોકી લે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધી રહેલા પ્રદુષણના કારણે ચિંતા વધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.