Western Times News

Gujarati News

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂ વેચતા સગીર યુવકને ઝડપી પાડયો

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત સ્ટેટ મોનિટરિંગની ટીમ ગતરોજ ભરૂચ જિલ્લામાં છુપી રીતે ચાલતી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળેલ કે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના રાજપારડી રહેતા વિજય અંબુભાઈ વસાવા વૈશાલી નગર નેત્રંગ રોડ પર ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મંગાવી ખુલ્લી જગ્યામાં જથ્થો રાખી પોતે તથા પોતાના મળતીયા માણસો રાખી દારૂનો છૂટક વેપાર કરે છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ બાતમીના આધારે રાજપારડી ચોકડી પાસે નેત્રંગ રોડ પર આવેલ વૈશાલીનગરમાં ખુલ્લી જગ્યામાં જઈ ત્યાં એક ઈસમ સફેદ બાઇઈક પર બેઠેલ અને બીજાે ઈસમ તેની બાજુમાં ઉભો રહેલ અને એક છોકરો આમ ત્રણે ભેગા મળી ગ્રાહકોને વિદેશી દારૂનું વેચાણ કરતા જણાયા હતા.

જેથી તેમને ઝડપવા જતા ખુલ્લી જગ્યામાં ભાગવા લાગેલા, જેમાં સેલની ટીમ દ્વારા એક છોકરાને પકડી લીધેલ અને બે સ્થળેથી ભાગી ગયેલ જેમા એક ઈસમનો મોબાઈલ ભાગવા જતા પડી ગયો હતો.ઝડપાયેલ છોકરાને નામ પુછતા તેણે તેનુ નામ જણાવેલ તેની પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ બાદ ખુલ્લા ખેતરોમાં તપાસ કરતા જમીનમાં દબાયેલા એક પીપ મળી આવેલ જે ખોલી જાેતા

જેની અંદર ખાખી કલર ના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલ છોકરાને તેનો આધાર કાર્ડ રજુ કરવા જણાવતા તેના આધાર કાર્ડ માં તેની જન્મતારીખ પ્રમાણે તેની ઉંમર ફક્ત ૧૪ વર્ષ ૧૧ મહિના ની જ હોય અને સગીર હોય તેની માતાને પણ પોલીસ સ્ટેશન બોલાવી

તેની રૂબરૂમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગણતરી કરેલ, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કાચની ૧૦૧ નંગ બોટલ જેની કિંમત ૧૩,૮૮૦ તથા બાઈક કિંમત રૂપિયા ૨૦૦૦૦, તથા રોકડા રૂપિયા મળી રુપિયા ૩૯,૩૯૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ.

સગીર યુવક ને તેની માતાની રૂબરૂમાં પૂછતા તેણે જણાવેલ કે પકડાયેલ દારૂનો જથ્થો વિજય વસાવા રહે.રાજપારડી લાવતો હતો અને તે આ વિદેશી દારૂનો જથ્થો આપી બહાર ગયેલ છે અને તે ક્યાંથી અને કોની પાસેથી લાવે છે જેની ખબર નથી.જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજપારડી પોલીસ મથકમાં (૧) સગીર યુવક (૨) વિજય અંબુભાઈ વસાવા (૩) જયેશ ઉર્ફે જયલો વસાવા (૪) અમિત વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.