Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૭૦૮૪ કેસ નોંધાયા

નવી દિલ્લી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૭,૦૮૪ કેસ નોંદાયા હતા. જ્યારે તેની સામે ૧,૬૭,૮૮૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી તેમજ છેલ્લા ૨૪ કલાકમા ૧,૨૪૧ દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. દેશમાં હવે એક્ટિવ કેસ ૭,૯૦,૭૮૯ (૧.૮૬%) છે.

જ્યારે દેશમાં કુલ ૫,૦૬,૫૨૦ લોકના મોત નીપજ્યા છે. જ્યારે દેશનો ડેઇલી પોઝિટીવિટી રેટ ૪.૪૪% છે. તો દેશમાં અત્યાર સુધીમાં ૧,૭૧,૨૮,૧૯,૯૪૭ વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૫૬૦ કેસ નોંધાયા છે.

આસાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો ૨૭૩૫૫ પર પહોંચી ગયો છે. રાજ્યમાં ૧૭૧ લોકો વેન્ટીલેટર પર છે. ૨૭૧૮૪ લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૧૭૦૧૧૭ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી ૧૦૭૪૦ લોકોના મોત થયા છે.

રાજ્યમાં આજે સંક્રમણથી ૨૪ લોકોના મોત થયા છે. બીજી તરફ આજે ૮૮૧૨ દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૬.૮૫ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે ૨૪ મોત થયા. આજે ૧,૩૭,૦૯૪ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે ૨૪ લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં ૬, વડોદરા કોર્પોરેશનમાં ૩, મહેસાણા ૧, સુરત ૩, રાજકોટ ૩, ભાવનગર કોર્પોરેશન ૧, ભરુચ ૧, મોરબી ૧, અમદાવાદ ૧, દેવભૂમિ દ્વારકા ૨, ભાવનગર ૧ અને મહીસાગરમાં ૧ દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ ૧૧૭૦૧૧૭ દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૬.૮૫ ટકાએ પહોંચી ચુક્યો છે.

બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે સરકાર મજબુતીથી લડી રહી છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૨ ને પ્રથમ અને ૫૬૮ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૪૪૨૨ ને પ્રથમ અને ૪૫૬ ને બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૭૧૨૯ ને પ્રથમ અને ૩૬૦૧૪ ને બીજાે ડોઝ અપાયો હતો.

૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૧૧૮૮૭ ને પ્રથમ અને ૩૪૨૧૨ ને બીજાે ડોઝ અપાયો હતો. ૩૨૩૮૪ ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૩૭,૦૯૪ કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૦૩,૪૩,૮૧૧ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.