Western Times News

Gujarati News

બકરીના માથા પર ઉગી ડરામણી આંખો, માલિક ડરીને ભાગ્યો

નવી દિલ્હી, દુનિયામાં દરરોજ કંઈક ને કંઈક અજુગતું બનતું હોય છે. આમાંની કેટલીક એવી વિચિત્ર વાતો છે જેના વિશે આપણે પહેલાં ક્યારેય જાેયું નહી હોય કે નહીં સાંભળ્યું હોય. તુર્કીમાં આવી જ એક વિચિત્ર બકરીનો જન્મ થયો છે, જેની આંખો તેના કપાળ પર ઊગી ગઈ છે. બકરીને જાેતા જ તેના માલિકના હોશ ઉડી ગયા હતા. આ ઘટના તુર્કીના એક ખેડૂત અહમદ કારતલની સાથે બની છે.

૨૫ વર્ષથી પશુપાલક તરીકે કામ કરતા ૪૦ વર્ષીય કારતલ કિલિસ પ્રાંતમાં રહે છે. એક દૈનિક સ્ટાર રિપોર્ટ અનુસાર, તેમણે આ પહેલા ક્યારેય આવી એક આંખવાળી બકરી જાેઇ નથી. તેમનું કહેવું છે કે, જ્યારે તેમણે નવજાત બકરીને પહેલી વાર જાેઈ ત્યારે તેમના હાથ-પગ ભયથી ધ્રૂજી ઉઠ્‌યા હતા. અહેમદ કારતલના જણાવ્યા અનુસાર, આ પહેલી વાર હતું જ્યારે તેનો સામનો આવા જીવ સાથે થયો હતો.

જ્યારે તેઓ પહેલી વાર બકરીને જાેવા પહોંચ્યા, ત્યારે તેઓ તેને જાેઈને ભયથી ધ્રૂજી ઉઠ્‌યા હતાં. તેઓએ કોઈ અવાજ કર્યા વિના તેનો ફોટો પાડી લીધો હતો અને તેમને લાગ્યું કે બકરીનું બાળક તેમને જાેઈ રહ્યું છે. બકરી-પાલક તરીકે કામ કરતા અહેમદના જણાવ્યા અનુસાર, તેમણે ક્યારેય આવી ઘટના વિશે સાંભળ્યું ન હતું.

તેને જાેનાર દરેકને આશ્ચર્ય થયું. તેમણે ડરથી તેનું પાલન ન કરવાનું નક્કી કર્યું અને અધિકારીઓને આ વિષે જાણ કરી હતી. મુસ્તફા કમલ યુનિવર્સિટીના વેટરનરી મેડિસિન ડિપાર્ટમેન્ટના એક સભ્ય બકરાના બાળકને જાેવા માટે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, કપાળ પર બકરીની આંખનો ઉછેર ખરેખર એક પ્રકારની અપંગતા છે.

તેને સેબોસેફાલી કહેવામાં આવે છે, જેમાં બે જુદી જુદી આંખો એક સાથે આવે છે અને એક જ ચપટી નાક સાથે નસકોરા વિકસિત થાય છે. આવામાં બકરીનું નીચલું જડબું પણ મોટું થઈ જાય છે. સામાન્ય રીતે ગ્રીક પૌરાણિક કથાઓમાં એક આંખવાળા રાક્ષસનો ઉલ્લેખ જાેવા મળે છે, જે સાંભળ્યા બાદ લોકો આ પ્રાણીને તેની કડી તરીકે જાેતા હતા, પરંતુ વૈજ્ઞાનિકોએ તેને એક પ્રકારની વિકલાંગતા ગણાવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.