Western Times News

Gujarati News

મહેસૂલના પ્રશ્નોના નિરાકરણ માટે મહેસૂલ મેળાનું આયોજન

ગાંધીનગર, કેટલાક સરકારી કામ એવા હોય છે કે જેમાં એક સામાન્ય સહી કરાવવાની હોય કે અધિકારી પાસેથી પત્ર મેળવવાનો હોય તેના માટે વારંવાર ધક્કા ખાવા પડે છે, ઓળખાણો વગર કામ નથી થતા, લાંચની માગણી કરવામાં આવતી હોય છે. ત્યારે મહેસૂલ વિભાગે એક મહત્વનો ર્નિણય લીધો છે કે જેમાં હવે મેહેસૂલી પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે મહેસૂલ મેળો યોજવામાં આવશે.

આ મેળા દરમિયાન લોકો પોતાની સમસ્યા રજૂ કરશે અને તેનું ત્યાં જ સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ મેળાનું આજે નવસારીમાં આયોજન કરવામાં આવશે. જેમાં જમીન, મકાન, ખેતીની જમીન, બિનખેતીની જમીન વગેરે મુદ્દાને સાંકળી લેવામાં આવશે.

એટલે હવે લોકોને છેક ગાંધીનગર સુધી ધક્કા ખાવાનો વારો આવશે નહીં. ગુજરાતમાં જમીન, મકાન, ખેતીની જમીન, બિનખેતીની જમીન, નવી શરત-જૂની શરત, ખેતીની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ સહિતના મહેસૂલ વિભાગના કામ માટે લોકોને ઘણાં ધક્કા ખાવા પડે છે અને આ ખાતામાં થતી ગેરરીતિના કારણે લોકોએ પોતાના નાના કામ માટે અલગ-અલગ જિલ્લાઓમાંથી છેક ગાંધીનગર સુધી ધક્કા ખાવાનો વારો આવે છે.

આવી સ્થિતિમાં લોકોએ ગાંધીનગર સુધી લાંબા ના થવું પડે અને તેમની સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે તમામ જિલ્લાઓના મુખ્ય મથક પર મહેસૂલ મેળા યોજવાનો ર્નિણય કર્યો છે. જેની શરુઆત આજથી નવસારી અને કાલથી વલસાડમાં થશે.

એટલે કે ૧૦ ફેબ્રુઆરીએ નવસારીમાં અને ૧૧મીએ વલસાડમાં મેળો યોજવામાં આવશે. આ અંગે પ્રવક્તા મંત્રી અને મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, નાગરિકોને મહેસૂલી સેવાઓના લાભ ઘર આંગળે સત્વરે મળી રહે તેમજ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવે તે માટે મહેસૂલ વિભાગ ના નવતર અભિગમ હાથ ધર્યો છે.

ગુરૂવારે સવારે ૧૨ વાગ્યે નવસારી જિલ્લામાં મહેસૂલ મેળવાની શરુઆત કરીને તેનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. અહીં જિલ્લા કક્ષાના ૮ અધિકારી ઉપસ્થિત રહેશે. હાલ કોરોના વાયરસની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને મહેસૂલ મેળામાં આવનારા લોકોના નામ કમી કરવું, નામ ઉમેરવું, સર્વે, નવી એન્ટ્રી તેમજ રિ-સર્વે સહિતના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાના પ્રયાસ કરશે.

મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યના ચાર કરોડ દસ્તાવેજાેનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. હવે ભવિષ્યમાં ટ્રસ્ટી અને ટ્રસ્ટીઓની વિગતો પણ જીસ્જી દ્વારા જાણ કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.