Western Times News

Gujarati News

સુરત અને વડોદરામાં ધો ૧૨ના વિદ્યાર્થીનો આપઘાત

સુરત, ધોરણ ૧૨ની પરીક્ષાની તારીખ આવી રહી છે. પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને એટલો સતાવે છે કે, વિદ્યાર્થીઓમા તણાવ તેમના પર એટલો બધો હાવિ થઈ જાય છે કે ન ભરવાનુ પગલુ ભરી બેસે છે. સુરત અને વડોદરામાં ધો ૧૨ ના વિદ્યાર્થીના આપઘાતના બનાવ સામે આવ્યા છે. સુરતમાં એક વિદ્યાર્થીએ માતાની નજર સામે જ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.

છત પર ચડેલા દીકરાને માતા સાદ પાડીને બોલાવે તે પહેલા જ દીકરો નીચે કુદી ગયો હતો. આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રાજહંસ વ્યૂ કોમ્પ્લેક્સ આવેલો છે. આ કોમ્પ્લેક્સમાં શોર્યમન મનીષ અગ્રવાલ નામનો વિદ્યાર્થી ધોરણ ૧૨ ની તૈયારીઓ કરી રહ્યો હતો.

પરીક્ષા નજીક હોવાથી લાંબા સમયથી તે તણાવમાં હતો. ત્યારે ગુરુવારના રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ તે લિફ્ટમાં બેસીને બિલ્ડીંગના અગાશી પર ગયો હતો. તેને ઉપર જતા જાેઈને તેની માતાએ પણ તેની પાછળ દોટ લગાવી હતી. ઉપર આવ્યા બાદ માતાએ જાેયુ કે, દીકરો બિલ્ડીંગ પરથી નીચે કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. માતાએ તેને બૂમ પાડીને આવુ ન કરવાનુ કહ્યુ હતું.

પરંતુ માતા નજીક આવે તે પહેલા જ શોર્યમન ઉપરથી નીચે કૂદી ગયો હતો. આ જાેઈને માતા હેબતાઈ ગયા હતા. દીકરો થોડે નજીક હોવા છતા તેઓ તેને બચાવી શક્યા ન હતા. આ જાેઈને સ્થાનિકો દોડી આવ્યા હતા, અને શોર્યમનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.

પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ, વડોદરામાં ધો ૧૨ના વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. પ્રિલિમ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ૧૨ કોર્મર્સના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. બે દિવસમા વડોદરામા વિદ્યાર્થીના આત્મહત્યાનો આ બીજાે કિસ્સો છે.

ઈલોરાપાર્કના ૧૨ કોમર્સના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પરીક્ષાના ટેન્શનમાં આવીને વિદ્યાર્થીએ આવુ પગલુ ભર્યુ હતું. સવારે પાંચ વાગ્યે માતા તેના રૂમમાં આવી તો પંખા સાથે પુત્રનો મૃતદેહ લટકતો જાેઈને ડઘાઈ ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.