Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૧૮૮૩ કેસ નોંધાયા

અમદાવાદ, ગુજરાતમાં હવે કોરોનાના કેસોમાં તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૮૮૩ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૫૦૦૫ દર્દીઓ સાજા પણ થયા છે અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૮૩,૨૯૪ દર્દી સાજા થઇ ચુક્યાં છે.

જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૭.૬૦ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોના રસીકરણ મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૨,૦૬,૬૩૬ રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૮૩૦૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૦૫ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૮૧૯૬ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧,૧૮,૩૨૯૪ સાજા થઇ ચુક્યાં છે. ૧૦૭૭૫ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૧૪ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૪ ને પ્રથમ અને ૪૮ ને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્‌,થી વધારેની ઉંમરના ૩૩૧૨ ને પ્રથમ ૧૦૩૨૦ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૭૫૭૪ ને પ્રથમ અને ૫૨૦૭૫ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૧૪૯૮૭ને પ્રથમ અને ૬૬૫૭૪ ને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૧૭૨૨ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં ૨,૦૬,૬૩૬ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.