Western Times News

Gujarati News

અમૃતસર: રોડ શો દરમિયાન આપના CM ઉમેદવાર ભગવંત માન પર પથ્થમારો: માથામાં ઈજા

અમૃતસર, પંજાબના અમૃતસરમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનના કાફલા પર રોડ-શો દરમિયાન પથ્થરમારો કરાયો છે. આ ર્દુઘટનામાં ભગવંત માનના માથામાં ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જઈને સારવાર કરવામાં આવી હતી.

કાફલા પર પથ્થરમારો અમૃતસરના અટારી વિસ્તારમાં કરાયો હતો. અહીં ભગવંત માન તેમની પાર્ટીના સ્થાનીક ઉમેદવાર સાથે રોડ-શો કરતા હતા. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે ભગવંત માન ગાડીનું સનરુફ ખોલીને ઉભા હતા અને લોકોનું અભિવાદન કરતા હતા. આ દરમિયાન જ કોઈએ તેમના પર પથ્થર માર્યો હતો. પથ્થર સીધો તેમના માથામાં વાગ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.