Western Times News

Gujarati News

અદાણી વિલ્મરનો શેર માત્ર ૩ દિવસમાં ૬૦ ટકાથી વધુ ચઢ્યો

નવી દિલ્હી, આ સપ્તાહ દરમિયાન શેર બજારમાં ઉતરેલી અદાણી જૂથની કંપની અદાણી વિલ્મરનું શાનદાર પરફોર્મન્સ ચાલુ જ છે. માત્ર ૩ જ દિવસમાં કંપનીનો શેર ૬૦ ટકાથી વધારે ચઢ્યો છે. આ જબરદસ્ત રેલીના દમ પર કંપનીની એમકેપ પણ ઝડપથી વધી છે અને હવે શેર માર્કેટમાં લિસ્ટેડ ટોપ ૧૦૦ કંપનીઓમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. ગુરૂવારે અદાણી વિલ્મરનો સ્ટોક બીએસઈ પર ૧૯.૯૯ ટકા ઉછળીને ૩૮૧.૮૦ રૂપિયાએ પહોંચી ગયો હતો. એનએસઈ પર આ સ્ટોક ૧૯.૯૯ ટકાની છલાંગ મારીને ૩૮૬.૨૫ રૂપિયાએ પહોંચી ગયો હતો.

અગાઉ બુધવારે આ સ્ટોક બીએસઈ પર ૧૯.૯૮ ટકા ઉછળીને ૩૧૮.૨૦ રૂપિયા પર અને એનએસઈ પર ૨૦ ટકાની છલાંગ સાથે ૩૨૧.૯૦ રૂપિયાએ બંધ રહ્યો હતો. મંગળવારે આ સ્ટોક આશરે ૪ ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો હતો. ત્યાર બાદ તેણે રિકવરી કરી હતી અને ૧૮ ટકાની જાેરદાર તેજી સાથે બંધ થયો હતો.

અદાણી વિલ્મરની એમકેપ આશરે ૫૦ હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સાથે જ અદાણી જૂથની ૭મી લિસ્ટેડ કંપની હવે એમકેપની દૃષ્ટિએ દેશની ૯૫મી સૌથી મોટી કંપની બની ગઈ છે.

અદાણી વિલ્મરની એમકેપ હવે ભારત ઈલેક્ટ્રોનિક્સ, બાયોકોન લિમિટેડ, એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસ, બોસ્ચ, ટાટા એલેક્સી, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ, એબીબી ઈન્ડિયા, પેજ ઈન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન એરોનોટિક્સ અને સ્ટાર હેલ્થ એલાયડ ઈન્સ્યોરન્સ જેવી કંપનીઓ કરતાં વધારે થઈ ચુકી છે.

અદાણી વિલ્મર ફોર્ચ્યુનબ્રાન્ડના નામે ખાદ્ય તેલનું વેચાણ કરે છે. તે સિવાય કંપની ચોખા, લોટ, ખાંડ જેવી ખાવાની વસ્તુઓનો પણ કારોબાર કરે છે. કંપનીના પોર્ટફોલિયોમાં સાબુ, હેન્ડવોશ અને હેન્ડ સેનેટાઈઝર જેવી પ્રોડક્ટ્‌સ પણ સામેલ છે. ખાદ્ય તેલના બ્રાન્ડેડ માર્કેટમાં તે સૌથી મોટી કંપની છે. હાલ તેના પાસે સેગમેન્ટની ૧૮.૩ ટકા ભાગીદારી છે જે નજીકના કોમ્પીટીટર કરતાં ૨ ગણી છે.

અદાણી વિલ્મરમાં ગૌતમ અદાણીના અદાણી જૂથની ૫૦ ટકા ભાગીદારી છે. બાકીની ૫૦ ટકા ભાગીદારી સિંગાપુરના વિલ્મર જૂથ પાસે છે. આ અદાણી જૂથની ૭મી કંપની છે જે શેર માર્કેટમાં ઉતરી છે. અદાણી જૂથની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ એન્ડ સેજ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન પહેલેથી જ શેર માર્કેટમાં લિસ્ટેડ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.