Western Times News

Gujarati News

ગોધરાના બામરોલી રોડ પર આવેલ બંધ મકાનમાં ૨.૭૬ લાખની ચોરી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા ના ભરચક ગણાતા બામરોલી રોડ પર આવેલ બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કરી રૂમમાં મુકેલ કબાટ તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ.૨.૭૬ લાખ થી વધુ રકમ ની બીન્ધાસ્ત ચોરી કરી રફુચક્કર થઈ જતાં ગોધરા શહેર પોલીસ સદર ચોરીના પગલે દોડી ગઈ હતી અને અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગોધરા ના ભરચક ગણાતા બામરોલી વિસ્તારમાં રહેતા કુષ્ણકાંત બાબુભાઇ દેસાઈ એ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું મારૂ મકાન બંધ જાેઈને કોઈ અજાણ્યા તસ્કરો તા.૧૦/૨ /૨૨ ની મધ્યરાત્રિએ તાળા તોડી બિન્ધાસ્ત અંદર પ્રવેશ્યા હતા અને કબાટ કોઈક સાધનથી ખોલી કબાટમાં મુકી રાખેલ સામાન વેરવિખેર કરી રૂ.૮૦,૦૦૦ રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૨.૭૬ લાખની મત્તાની ચોરી કરી અંધારામાં નીર્જન રસ્તા પરથી રફુચક્કર થઈ ગયા હતા બનાવની જાણ મકાન માલિક ને થતા ગોધરા ખાતે દોડી આવી ધરની પરીસ્થીતી જાેઈ ભયભીત થઈ ગયા હતા તેઓએ ગોધરા શહેર પોલીસ ને ચોરી ની જાણ કરતા શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.