Western Times News

Gujarati News

ડર્મેટોલોજીમાં પ્રવેશ લઈ રહ્યા છે, મેડિકલના ટોપર્સ

ચામડીના નિષ્ણાંત અથવા ડર્મેટોલોજીસ્ટ જેવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું પસંદ કરી રહ્યા છે આજના ડોક્ટર્સ

અમદાવાદ, પાછલા પાંચ વર્ષમાં મેડિકલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ડર્મેટોલોજી ક્ષેત્રને પસંદ કરતા હોય છે. પહેલા ઓછા માર્ક્‌સ વાળા વિદ્યાર્થીઓ આ ફીલ્ડ પસંદ કરતા હતા, પરંતુ હવે ટોપર્સ પણ આ ક્ષેત્રમાં રસ ધરાવતા થઈ ગયા છે. વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા પછી પણ પોતાના અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જળવાઈ રહે, પરિવાર અને મિત્રોને પૂરતો સમય આપી શકે તે માટે આ ફીલ્ડ પસંદ કરી રહ્યા છે.

અહીં ઈમર્જન્સી કેસ ઘણાં ઓછા હોય છે. આ સિવાય હવે લોકો પોતાની ત્વચાના સ્વાસ્થ્ય બાબતે ઘણાં સચેત પણ થઈ ગયા છે. લોકો પોતાની સ્કિનકેર માટે ઘણાં પૈસા ખર્ચતા થઈ ગયા છે.

અમદાવાદ- એવુ માનવામાં આવે છે કે જાે તમે ડોક્ટર હોવ તો ઓવરટાઈમ કામ કરવું, ગમે ત્યારે ડ્યુટી પર હાજર થવું વગેરે જેવી બાબતો તમારા માટે સામાન્ય હોય છે. પરંતુ હવે આ વાત ઘણાં ડોક્ટર્સને લાગુ નથી પડતી. હવે મોટી સંખ્યામાં MBBSના વિદ્યાર્થીઓ એવા હોય છે,

જે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખવા માંગે છે અને આ માટે તેઓ ચામડીના નિષ્ણાંત અથવા ડર્મેટોલોજીસ્ટ જેવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું પસંદ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે લગભગ પાંચ વર્ષ પહેલા આ પ્રકારના બિનજાેખમી અને જેમાં ઈમર્જન્સીની જરુર ન હોય તેવા ક્ષેત્રમાં આગળ વધવાનું ચલણ શરુ થયુ હતું.

ડોક્ટર કેશા પટેલની વાત કરીએ તો, તેમણે આ વર્ષે NEETની પરીક્ષામાં ૬૪૨ સ્કોર મેળવ્યો હતો. તેમણે બીજે મેડિકલ કોલેજમાં ડર્મેટોલોજી કરવાનો વિકલ્પ પસંદ કર્યો. કેશા પટેલ રાજ્યના ટોપર્સમાંથી એક છે. જાે તેઓ ઈચ્છતા તો તેમને સરળતાથી રેડિયોલોજી એન્ડ મેડિસિનમાં એડમિશન મળી શકતુ હતું, પરંતુ તેણીએ ડર્મેટોલોજીનો વિકલ્પ પસંદ કર્યો. આ એક એવી ફીલ્ડ છે જેમાં તમારે મોડી રાત્રે કેસ અટેન્ડ કરવાના નથી હોતા.

આ સિવાય કોસ્મેટિક સર્જનની માંગ વધી છે ત્યારે આ ક્ષેત્રમાં સારો સ્કોપ પણ છે. કેશા પટેલ જણાવે છે કે, આ મારો વ્યક્તિગત ર્નિણય છે. હું મારા પરિવાર અને મિત્રો સાથે પૂરતો સમય પસાર કરવા માંગુ છું. હું વધારે પડતું ઈમર્જન્સી વર્ક પ્રેશર લેવા નથી માંગતી. આટલુ જ નહીં, ડર્મેટોલોજીસ્ટ ક્ષેત્રમાં હું મારી પોતાની પ્રેક્ટિસ શરુ કરી શકું તેટલો પૂરતો સ્કોપ છે. અન્ય એક વિદ્યાર્થી ડોક્ટર ત્રેશા વસાણીની વાત કરીએ તો ત્રેશાના નીટમાં ૬૩૮ માર્ક્‌સ આવ્યા હતા. ત્રેશાએ પણ આ જ કારણોસર ડર્મેટોલોજી ફીલ્ડ પસંદ કરી છે.

આ વર્ષની એડમિશન પ્રક્રિયામાં ડર્મેટોલોજીનો ક્રેઝ ઘણો વધારે જાેવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ડર્મેટોલોજીસ્ટ ચામડી, વાળ, નખ વગેરેને લગતી સમસ્યાઓ અને બીમારીઓની સારવાર કરે છે. તેમાં પણ મેડિકલ અને સર્જીકલ પાસાઓ હોય છે. આજના સમયમાં ઘણાં નિષ્ણાંતો કોસ્મેટિક ડર્મેટોલોજીમાં કામ કરે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, સોશિયલ મીડિયાનો પ્રભાવ વધવાને કારણે લોકો પોતાની સુંદરતા, દેખાવ અને સ્વાસ્થ્યના સંદર્ભમાં ઘણાં સચેત થઈ ગયા છે, જેના કારણે પાછલા પાંચ વર્ષમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ્‌સની માંગ વધી ગઈ છે. ડોક્ટર્સના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો તેઓ આ ફીલ્ડમાં આવવાનું પસંદ એટલા માટે કરે છે કારણકે અહીં સર્જરી અને મેડિસિનની સરખામણીમાં કામનું ભારણ ઓછું હોય છે.

તેઓ પોતાના પરિવારને પણ પૂરતો સમય આપી શકે છે. ત્રેશા વસાણી જણાવે છે કે, મને સર્જરી પસંદ નથી, મારે શાંતિપૂર્વક કામ કરવું છે. આ વર્ષે NEET ૫૩૫ માર્ક્‌સ મેળવનાર ડોક્ટર જિજ્ઞાકુમારી પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે રેડિયોલોજીના સ્થાને ડર્મેટોલોજી કેમ પસંદ કર્યું તો તેમણે જણાવ્યું કે, જાે ડર્મેટોલોજીસ્ટ પોતાનું ખાનગી ક્લિનિક શરુ કરવા માંગે તો પ્રમાણમાં ઓછી મૂડીની જરુર હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.