Western Times News

Gujarati News

સાવ ટચૂક્ડા ઈમોજીની સંવેદનાત્મક અસરો..!

દૂર રહીને પણ ચોક્કસ ભાવ તથા લાગણી દર્શાવી સંબંધી બનાવી રાખતાં આ ક્યુટ ઈમોજીની વાત કરીએ.
હાસ્ય, પ્રેમ, ગુસ્સો, નારાજગી, ચિંતા- તણાવ, સારુ- ખરાબ, ખુશી-દુઃખ, અતિ ખુશીનો આનંદ થવો વગેરે જેવા ભાવ તથા લાગણીઓને વાચા આપતું

આ ઈમોજી આપણી જિંદગીમાં મહત્વનું સ્થાન ધરાવતું થઈ ગયું છે, અને આપણે તેનો ખરા દિલથી સ્વીકાર કરતાં પણ થઈ ગયા છીએ. મોબાઈલ ચાલું કરો અને જેવો કોઈની સાથે સંપર્ક સાધો ત્યાંજ વાત અને ઈમોશન્સને સ્થાન આપતું ટૂલ એટલે ઈમોજી હાજર.

જેનાથી સામેવાળી વ્યક્તિ તરત જ આપણી વ્યથા સમજી જાય છે. ઓનલાઈન દુનિયામાં વ્યક્તિઓ સાથે સંબંધ બનાવી રાખવામાં આ ઈમોજી ખરેખર કારગર સાબિત થયું છે. રોજબરોજનાં જીવનમાં સવારથી રાત સુધીની તમામ ક્રિયાઓ, ભૌતિક- આધ્યાત્મિક જીવન, ખાણીપીણી, શોખ-આનંદની વસ્તુઓ વગેરેમાં ઈમોજીનો આપણે ઉપયોગ કરતાં થઈ ગયા છીએ.

દેખાવમાં પ્યારા લાગતાં ખાસ કરીને પીળા રંગના સ્માઈલી ઈમોજી જે માણસના દરેક પ્રકારના સ્વભાવને સ્થાન આપતા એવાનો આપણે ખૂબ જ પસંદ કરવા લાગ્યાં છીએ. મજાની વાત એ છે કે ઘણી વખત આપણે શબ્દો કે ભાષાનો નહિ પરંતુ ઈમોજી માત્રથી કામ ચલાવી લેતા હોઈએ છીએ.

એમાં પણ યુવાવર્ગમાં આ ખૂબ જ પ્રચલિત છે. તે આપણી વ્યક્તિગત જિંદગી સાથે જાેડાઈ ગયા હોય એવું પણ દેખાઈ રહયું છે. કશુંક પણ થાય એટલે તરત એક અથવા બે, તો ઘણીવાર અસંખ્ય માત્રામાં તેનો ઉપયોગ કરી આપણે આપણી લાગણી સામેવાળી વ્યક્તિ અથવા સમાજ પ્રત્યે વ્યક્ત કરીએ છીએ.

તેમાં પણ જુદા જુદા ઈમોજી ભાવને જુદી રીતે વ્યકત કરી આપણી મદદ કરી જતાં હોય છે. બે હાથ જાેડી વંદન કરવું, ભેટ રૂપે કોઈ વસ્તુ કે ફૂલોનો ગુચ્છો આપવો, રમત-ગમતનાં સાધનો, અલગ અલગ વાહનો, પર્વત, નદીઓ, તળાવ, વિવિધ પશુ- પક્ષીઓ, વિવિધ વૃક્ષો, ફળ-ફૂલ-પાંદડા, સ્ત્રી-પુરુષ તથા બાળોક, જુદા-જુદા ચિહ્‌નો વગેરે વ્યકત કરી આપે છે.

જેણે ઈમોજીની શોધ કીર તેને કદાચ ખ્યાલ નહિ હોય કે આ શોધ માણસોની ભાવનાઓ સાથે અતૂટ બંધનની જેમ જાેડાઈ જશે. તેની લોકપ્રિયતા જાેઈને દર વર્ષે મોબાઈલ ફોનમાં નવા ફીચર્સની માફક નવા અને નાની-અમથી વસ્તુઓના પણ ઈમોજી ઉમેરાવા લાગ્યા છે.

વર્ષના અંતે સર્વે પણ થાય છે કે કયા ઈમોજીએ માણસના મન તથા દિલ પર મહત્વનું સ્થાન પામ્યું અથવા કયા ઈમોજીનો સૌથી વધારે ઉપયોગ થયો અથવા ક્યું ઈમોજી વધારે લોકપ્રિય થયું એવું પણ કહી શકાય.
ઈમોજીને જાેવાથી એ જરૂર કહી શકાય કે તે આપણી ખુશીઓમાં વધારો જરૂર કરે છે.

મોબાઈલ વોલપેપર હોય કે ડીપી, કોઈ ચિત્ર હોય કે હાસ્ય રચના ; વગેરેમાં તે અલગ જ સ્થાન ધરાવતું ગયું છે, જેને આપણે અવગણી પણ નથી શકતા.
ઈમોજી એક એવી શોધ છે જેને આપણે આપણા જીવનમાં સામે ચાલીને આવકાર આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.