Western Times News

Gujarati News

LICનું વેલ્યુએશન કેટલું છે જાણો છો? IPO માટે DRHP ફાઈલ કર્યુ

RS. 5.4 ટ્રિલિયનના જોડાયેલા મૂલ્ય સાથે LICએ સૌથી મોટા આઈપીઓ માટે DRHP ફાઈલ કર્યુ

30 સપ્ટેમ્બર, 2021ના રોજ LIC ભારતભરમાં 2048 શાખા કાર્યાલયો અને 1554 સેટેલાઇટ ઓફિસો ધરવે છે, જે દેશના જિલ્લાઓના 91 ટકા આવરી લે છે. ભારતમાં જીવન વીમા વેપાર ઉપરાંત તે ફિજી, મોરિશિયસ અને ભારતમાં શાખાઓ ધરાવે છે.

પ્રીમિયમની દ્રષ્ટિએ 64.1 ટકાના બજાર હિસ્સા સાથે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઇફ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઈસી) દ્વારા ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી નોંધાવ્યું છે.

ઇક્વિટી શેરદીઠ પ્રત્યેકી RS. 10ના ફેસ વેલ્યુ સાથે ઇશ્યુ ભારત સરકારના નાણાં મંત્રાલય (“વિક્રેતા હિસ્સાધારકો”) થકી રાષ્ટ્રપતિ દ્વારા 316,249,885 ઇક્વિટી શેરો સુધી વ્યાપક ઓફર- ફોર- સેલ (ઓએફએસ) રહેશે. ઓફરમાં તેના પાત્ર કર્મચારીઓ માટે 5 ટકાથી વધુ અનામત અને તેના પોલિસીધારકો માટે 10 ટકાથી વધુ નહીં તે રીતે અનામતનો સમાવેશ થાય છે.

એલઆઈસીનું નિર્માણ ભારતમાં 245 ખાનગી જીવન વીમા કંપનીઓનું વિલીનીકરણ અને રાષ્ટ્રીયકરણ કરીને 1લી સપ્ટેમ્બર, 1956ના રોજ કરવામાં આવ્યું હતું. તેની સ્થાપનાથી 2000 સુધી તે ભારતની એકમાત્ર જીવન વીમા કંપની હતી. તેના આકાર, બજાર સુસંગતતા અને ઘરઆંગણાના અને વૈશ્વિક આંતરજોડાણને આધારે આઈઆરડીએઆઈ દ્વારા તેને સપ્ટેમ્બર 2020માં ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ ઇન્શ્યુરર (“ડી- એસઆઈઆઈ”) તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી.

એડજેસ્ટેડ નેટ વર્થ (“એએનડબ્લ્યુ”) અને વેલ્યુ ઓફ ઇન-ફોર્સ બિઝનેસ (“વીઆઈએફ”) ઘટકો, ફ્રી સરપ્લસ (“એફએસ ”) અને રિક્વાયર્ડ કેપિટલ (“આરસી”)નો સમાવેશ ધરાવતા એએનડબ્લ્યુ સાથે જોડાયેલું મૂલ્ય બનાવે છે. 30 સપ્ટેમ્બર, 2021ના રોજ એલઆઈસીનું જોડાયેલું મૂલ્ય RS. 5.40 ટ્રિલિયન (5.4 લાખ કરોડ રૂપિયા) છે. (1,00,000 Crores = 1 Trillion(1000 Billion)

બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટ અનુસાર એલઆઈસીની બ્રાન્ડ તૃતીય સૌથી મજબૂત અને દસમી સૌથી મૂલ્યવાન વૈશ્વિક વીમા બ્રાન્ડ છે. બ્રાન્ડની નામના સાથે જોડાયેલું કમાણીનું વર્તમાન મૂલ્ય બ્રાન્ડનું મૂલ્ય છે.

એલઆઈસી 30 સપ્ટેમ્બર, 2021ના રોજ RS. 39.74 ટ્રિલિયનની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ધરાવે છે, જે ભારતીય જીવન વીમા ઉદ્યોગમાં દ્વિતીય સૌથી મોટી ખેલાડીની એયુએમના આશરે 16.2 ગણી સાથે ભારતમાં સર્વ ખાનગી જીવન વીમા કંપનીઓની કુલ એયુએમના ત્રણ ગણાથી વધુ છે અને સંપૂર્ણ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ કરતાં 1.1 ગણાથી વધુ છે.

બજાર હિસ્સાની દ્રષ્ટિએ એલઆઈસી અન્ય ખેલાડીઓ માટે 2020માં અને નાણાકીય વર્ષ 2021માં વૈશ્વિક સ્તરે ટોચની સાત બજારમાં બજાર આગેવાનોની તુલનામાં ભારતમાં દ્વિતીય સૌથી વિશાળ જીવન વીમા કંપની સંબંધમાં જીવન વીમા ગ્રોસ રિટન પ્રીમિયમ્સ (જીડબ્લ્યુપી) દ્વારા સર્વોચ્ચ અંતર ધરાવે છે.

આ વીમા દિગ્ગજ 30 સપ્ટેમ્બર, 2021ના રોજ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ (અથવા એનબીપી)ની દ્રષ્ટિએ 66.2 ટકા બજારહિસ્સો, જારી વ્યક્તિગત પોલિસીઓની સંખ્યાની દ્રષ્ટિએ 74.6 ટકા, જારી ગ્રુપ પોલિસીઓની સંખ્યાની દ્રષ્ટિએ 81.1 ટકા અને વ્યક્તિગત એજન્ટોની દ્રષ્ટિએ 55 ટકા બજારહિસ્સો ધરાવે છે.

30 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતમાં હાથ ધરાતા વ્યક્તિગત વેપાર હેઠળ અમલી 282.58 મિલિયન પોલિસીઓ એલઆઈસી બ્રાન્ડમાં વિશ્વાસ બતાવે છે.

ઉપરાંત એલઆઈસી આરોગ્ય વીમો અને એન્યુઇટીઓમાં મોટો બજારહિસ્સો ધરાવે છે. જીડબ્લ્યુપીની દ્રષ્ટિએ તે નાણાકીય વર્ષ 2020 અને 2021માં અનુક્રમે 46.9 ટકા બજારહિસ્સો ધરાવે છે અને ભારતમાં જીવન વીમા વાહકો દ્વારા પુરવઠો કરાતા આરોગ્ય વીમામાં 53.6 ટકા ધરાવે છે.

32 વ્યક્તિગત અને 10 ગ્રુપ પ્રોડક્ટો સાથે એલઆઈસી બજાર સેગમેન્ટની વ્યાપક શ્રેણીને પહોંચી વળે છે. વ્યક્તિગત પ્રોડક્ટોમાં માઇક્રોઇન્શ્યુરન્સ અને મહિલાઓ અને બાળકો માટેની પ્રોડક્ટો જેવી અમુક બજારોમાં વિશિષ્ટ આઇટમોનો સમાવેશ થાય છે.

ભારતમાં એલઆઈસીએ નાણાકીય વર્ષ 2021માં આશરે 21 મિલિયન વ્યક્તિગત પોલિસીઓ જારી કરી હતી, જે નવી જારી વ્યક્તિગત પોલિસીઓના લગભગ 75 ટકા થાય છે. નાણાકીય વર્ષ 2021માં 5.9 ટકા બજાર હિસ્સા સાથે આ ઉદ્યોગની દ્વિતીય સૌથી વિશાળ ખેલાડીએ 1.66 મિલિયન વ્યક્તિગત પોલિસીઓ જારી કરી છે.

30 સપ્ટેમ્બર, 2021ના રોજ એલઆઈસી ભારતભરમાં 2048 શાખા કાર્યાલયો અને 1554 સેટેલાઇટ ઓફિસો ધરવે છે, જે દેશના જિલ્લાઓના 91 ટકા આવરી લે છે. ભારતમાં જીવન વીમા વેપાર ઉપરાંત તે ફિજી, મોરિશિયસ અને ભારતમાં શાખાઓ ધરાવે છે.

જીવન વીમા ઉદ્યોગમાં કંપનીની બહેરિન (કતાર, કુવૈત, ઓમાન અને યુનાઇટેડ આરબ અમીરાતમાં કામગીરી સાથે), બંગલાદેશ, નેપાળ, સિંગાપોર અને શ્રીલંકામાં સબસિડિયરીઓ છે.

એલઆઈસીની કુલ આવક ઉચ્ચ ચોખ્ખાં કમાણી કરેલાં પ્રીમિયમ અને રોકાણની આવકતને લીધે નાણાકીય વર્ષ 2020માં RS. 645,640.91 કરોડની તુલનામાં નાણાકીય વર્ષ 2021માં RS. 703,732.43 કરોડ સાથે 9 ટકા વધી છે, જ્યારે ચોખ્ખો નફો 2020માં RS. 2710.48 કરોડ પરથી 9.73 ટકા વધીને RS. 2974.14 કરોડ થયો છે. સપ્ટેમ્બર 2021ના પૂરા થયેલા છ મહિના માટે કુલ આવક RS. 1504.01 કરોડના વેરા પછીના નફા સાથે RS. 336,972.92 કરોડ હતી.

ભારતીય જીવન વીમા ઉદ્યોગે નાણાકીય વર્ષ 2021માં RS. 6.2 ટ્રિલિયનનું કુલ પ્રીમિયમ મૂલ્ય ઊપજાવ્યું છે, જે 2020માં RS. 5.7 ટ્રિલિયન હતું. ઉદ્યોગનું કુલ પ્રીમિયમ નાણાકીય વર્ષ 2021 સુધી પાંચ વર્ષમાં 11 ટકા કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) પર પહોંચ્યું છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા ત્યાર બાદનાં પાંચ વર્ષમાં સીએજીઆર 14-15 ટકા સુધી પહોંચશે એવું ભાંખ્યું છે, જે નાણાકીય વર્ષ 2026 સુધી RS. 12.4 ટ્રિલિયને પહોંચશે.

કોટક મહિંદ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, બીઓએફએ સિક્યુરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સેશ (ઇન્ડિયા) સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યુરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.