Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના બંગ્લાની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું આંદોલન

મુંબઇ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં આપેલા ભાષણમાં મહારાષ્ટ્રનું કથિત અપમાન કરવાના મુદ્દા પર કોંગ્રેસ તરફથી રાજ્યભરમાં ભાજપ નેતાઓના ઘરની બહાર આંદોલન અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ આંદોલનની શરૂઆત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કરી હતી.

આ કાર્યક્રમ હેઠળ પૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના મુંબઈ સ્થિત સાગર બંગ્લાની બહાર પણ આજે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં જાે કે ફડણવીસના બંગ્લાની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી. સાગર બંગ્લા સુધી પહોંચવાના બંને રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતાં. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપના નેતૃત્વમાં દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

બીજી તરફ આંદોલનના વિરોધમાં ભાજપે પણ આક્રમક ભૂમિકા અપનાવી છે. આજે સવારથી જ ભાજપ કાર્યકર્તાઓએ નાના પટોલેના મુંબઈ સ્થિત લક્ષ્મી નિવાસની બહાર પ્રદર્શન શરૂ કર્યુ હતું.આ કારણથી પોલીસે ઘણા ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ શરૂ કરી અને તેમને ગાડીઓમાં બેસાડીને લઈ ગયા. ભાજપ નેતા પ્રસાદ લાડે ગઈકાલે નાના પટોલેને ચેતવણી આપતા કહ્યું કે ‘તમે દેવેન્દ્ર ફડણવીસના બંગ્લાની બહાર આવીને તો જુઓ, પાછા કેવી રીતે જાવ છો તે અમે જાેઈશું’.

તેની વચ્ચે પ્રસાદ લાડ અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર દેવેન્દ્ર ફડણવીસના બંગ્લા પર પહોંચી કોંગ્રેસના એવા કોઈ પણ આંદોલનને પહોંચી વળવા મોરચો સંભાળી રહ્યા છે.

બીજી તરફ મુંબઈ ભાજપ અધ્યક્ષ મંગળ પ્રભાત લોઢા નાના પટોલેના માલાબાર હિલ સ્થિત લક્ષ્મી નિવાસ બંગ્લાની બહાર ભાજપ કાર્યકર્તાઓનું નેતૃત્વ કરી રહ્યા છે.

પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરી દેશના પ્રમુખ લોકો પર નજર રાખવાના મુદ્દાને લઈ થોડા દિવસ પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના દાદર સ્થિત ભાજપ કાર્યાલયની બહાર મોર્ચો કાઢ્યો હતો. બે દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ભાગવત કરાડના ઘરની બહાર પણ કોંગ્રેસે આંદોલન કર્યુ હતું. ત્યારે પણ કોંગ્રેસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.