Western Times News

Gujarati News

ડિવોર્સ બાદ યુવતીનું પૂર્વ પતિ સાથે અભયમના કારણે મિલન

અમદાવાદ, આંતરજ્ઞાતિય લગ્નને મંજૂરી ન આપતાં, પાલનપુરની એક યુવતીના તેના માતા-પિતા દ્વારા ડોક્ટર પતિ સાથે બળજબરીથી ડિવોર્સ કરાવવામાં આવ્યા હતા. જાે કે, છ મહિના બાદ તેમનું મિલન થયું હતું અને હાલમાં તેમણે ફરીથી લગ્ન કર્યા હતા.

એક જ મુલાકાતમાં મહિલા અને ડોક્ટર મિત્રો બની ગયા હતા અને ત્યારબાદ ધીમે-ધીમે તેઓ પ્રેમમાં પડ્યા હતા. એક વર્ષ પહેલા તેમના માતા-પિતાની જાણ બહાર તેમણે મેરેજ રજિસ્ટર્ડ કરાવ્યા હતા અને સમય જતાં પરિવારના સભ્યોને મનાવી લેશે તેવી આશા સાથે યુવતી તેના માતા-પિતા પાસે પરત ફરી હતી.

યુવતી સંપૂર્ણ રીતે વાકેફ હતી કે, તેનો પતિ ડોક્ટર હોવા છતા અને પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતો હોવા છતાં તેના માતા-પિતા સંબંધને મંજૂરી આપશે નહીં. અમને ખાતરી હતી કે અમારા માતા-પિતાને સમજાવવાનું કામ અઘરું હશે, તેમ જાહેર ન કરવાની શરતે યુવતીએ જણાવ્યું હતું.

લગ્નના ત્રણ મહિના બાદ, યુવતીએ હિંમત ભેગી કરી હતી અને માતા-પિતાને સમગ્ર વાત જણાવી હતી પરંતુ તેમની પ્રતિક્રિયા એકદમ તેવી જ હતી જેનો તેને ડર હતો.

જાે કે, યુવકના માતા-પિતા તેને સ્વીકારવા તૈયાર હતા. યુવતીના ર્નિણયથી ગુસ્સે થઈને તેના માતા-પિતાએ તેના પર ડિવોર્સની અરજી કરવાનું દબાણ શરૂ કર્યું હતું. તેઓ એકબીજાની સુખાકારી વિશે ચિંતિત હોવાથ, કપલે અલગ થવાનું નક્કી કર્યું હતું અને છ મહિનામાં તેમના ડિવોર્સ થઈ ગયા હતા.

જાે કે, આ સમયગાળા દરમિયાન યુવતી ભાગી જશે તેવા ડરથી તેના માતા-પિતાએ ઘરમાં કેદ કરી દીધી હતી. ડિવોર્સના બે મહિના બાદ પણ, તેને રૂમમાં બંધ રાખવામાં આવી હતી અને કથિત રીતે યોગ્ય ભોજન આપવામાં આવ્યું નહોતું. માતા-પિતાએ રૂમ બંધ કરી દેતા યુવતી ગમે તેમ કરીને અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો અને તેનું રેસ્ક્યૂ કરવાની માગ કરી હતી.

‘જાે કે, જ્યારે વોલન્ટીયરે તેના ઘરની મુલાકાત લીધી ત્યારે, તેના પરિવારે ખોટી માહિતી આપી હતી અને તે તેના કાકાના ઘરે હોવાનું તેમજ સંપર્ક ન થઈ શકતો હોવાનું કહ્યું હતું’, તેમ અભયમના કાઉન્સિલર જિનલ પરમારે જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.