Western Times News

Gujarati News

દેશમાં કોરોનાથી મૃત્યુ સરકારી આંકડા કરતાં ૮ ગણા વધુ

નવીદિલ્હી, ફ્રાન્સના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત નો ચોકાવનારો અહેવાલ, આંકડાઓના અનુમાન થી ભારતમાં મૃત્યુ અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ હોઈ શકેદેશમાં કોરોનાવાયરસ મહામારીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંગે જાતજાતના હેવાલો બહાર આવી ચૂક્યા છે અને આ બાબતમાં આંકડા છુપાવવાનો સરકાર પર આરોપ પણ મૂકવામાં આવ્યો છે ત્યારે ફ્રાન્સના નિષ્ણાંત દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે.

તેમણે પોતાના અહેવાલમાં કહ્યું છે કે ભારતમાં કોરોનાવાયરસ ને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા સરકારી આંકડા કરતા આઠ ગણી વધુ હોઈ શકે છે. જાે અનુમાનના આંકડા સાચા પડે તો અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ ભારતમાં વધુ મૃત્યુની સંખ્યા હોઈ શકે છે.

ફ્રાન્સના રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના નિષ્ણાંત ડોક્ટર ઞિલમોટોએ આ મુજબનો અહેવાલ આપ્યો છે અને તેમાં ભારતમાં કોરોના મહામારી ને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘણી બધી વધારે હોઈ શકે છે તેવી શંકા વ્યક્ત કરી છે.એમણે કહ્યું છે કે દેશ વ્યાપી મૃત્યુના અનુમાન લગાવવા માટે વિગતો એકત્ર કરવામાં આવી હતી અને અલગ-અલગ રાજ્યો ની વસતી અને તેના મૃત્યુ તેમજ ભારતીય રેલવેના કર્મચારીઓ અને ધારાસભ્યો તથા સંસદ સભ્યો શિક્ષકો તબીબો સહિતના મૃત્યુ અંગેના આંકડા મેળવવામાં આવ્યા છે.

રિસર્ચમાં તેની ગણતરી કરવામાં આવી છે કે ૨૦૨૧ ના પ્રારંભમાં ૩૨થી ૩૭ લાખ લોકોની મૃત્યુની સંખ્યા બતાવવામાં આવી હતી અને તે સમયે અલગ અલગ રાજ્યોના આંકડાઓના આધારે પર કેન્દ્ર સરકારની ગણતરી લગભગ ૪ લાખ ૬૦ હજાર જેટલી હતી અને ત્યારથી ભરતીની સત્તાવાર સંખ્યા વધીને ૫ લાખની ઉપર બતાવવામાં આવી હતી.

ડોક્ટરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જાે અમારા અનુમાન સાચા પડે તો ભારતમાં અમેરિકા કરતા અને બ્રાઝિલ કરતાં પણ વધુ મૃત્યુ બહાર આવી શકે છે. અમેરિકામાં કુલ મૃત્યુઆંક ૮ લાખ બતાવવામાં આવ્યો છે જ્યારે બ્રાઝિલમાં ૬ લાખ બતાવવામાં આવ્યો છે. પરંતુ નવા અધ્યયન પ્રમાણે ભારતમાં સરકારી આંકડા ના મૃત્યુ આઠ ઞણા કરતા અથવા તો તેનાથી વધુ પણ હોઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.