Western Times News

Gujarati News

હું દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી: કેજરીવાલ

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કવિ અને આપના પૂર્વ નેતા કુમાર વિશ્વાસના આરોપો પર પહેલીવાર ચુપ્પી તોડી છે. અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરી પલટવાર કર્યો અને કુમાર વિશ્વાસને લઈને કહ્યું કે, તેઓ તો હાસ્ય કવિ છે, કંઈ પણ કહી દે છે. તેને પીએમ મોદી અને રાહુલ ગાંધીએ ગંભીરતાથી લઈ લીધું.

અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘મોદી જી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી બધા કહી રહ્યા છે કે છેલ્લા ૧૦ વર્ષોથી કેજરીવાલ દેશના ૨ ટુકડા કરવાની યોજના બનાવી રહ્યા છે અને એક ટુકડાના પ્રધાનમંત્રી બનવા માંગે છે. આ બની શકે ખરૂં? આ તો મજાક છે, તેનો અર્થ છે કે હું ખુબ મોટો આંકવાદી થઈ ગયો. ૧૦ વર્ષમાં ૩ વર્ષ કોંગ્રેસની સરકાર હતી, ૭ વર્ષથી ભાજપ સરકાર છે. આટલા વર્ષોમાં તેમણે મારી ધરપકડ કેમ ન કરી. તેમની સિક્યોરિટી એજન્સી શું કરી રહી હતી અને આ લોકો ઉંઘી રહ્યા હતા શું.’

દિલ્હીના સીએમએ કહ્યું, ‘કદાચ હું દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી છું, જે રસ્તા, સ્કૂલ અને હોસ્પિટલ બનવડાવે છે. ફ્રી વિજળી આપે છે.’ તેમણે કહ્યું, ‘તેનો એક સિક્વન્સ છે, પહેલા રાહુલ ગાંધીએ કહ્યું પછી પ્રધાનમંત્રી, પ્રિયંકા ગાંધી, સુખબીર બાદલ. લોકો આજે કહી રહ્યા છે કે આવું નહોતું વિચાર્યું કે પ્રધાનમંત્રી પણ રાહુલ ગાંધીની નકલ કરશે.કેજરીવાલે કહ્યું, ‘આજે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ છે. ૭૦ વર્ષથી તમામ પાર્ટીઓએ પંજાબને લૂંટ્યું છે અને બાળકોને બેરોજગાર કર્યા છે.’

તેમણે આગળ કહ્યું, ‘કહેવાય છે પંજાબ પર ૩ લાખ કરોડનું દેવું છે. તેમણે કંઈ કામ નથી કર્યું તો આ પૈસા ક્યાં ગયા? સ્કૂલ ન બનાવી, હોસ્પિટલ ન બનાવડાવ્યા, કૉલેજ ન બનાવ્યા, કામ નથી કર્યું.’HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.