Western Times News

Gujarati News

રાજસ્થાનમાં ૩.૮ તીવ્રતાના ભૂકંપથી ગભરાયા લોકો ઘર-ઓફિસની બહાર દોડ્યા

સિકર, રાજસ્થાનના સિકરમાં સવારે ભૂકંપના તીવ્ર ઝટકા આવ્યા હતા. ભૂકંપ આવતાં લોકો ગભરાઈ ગયા હતા. સવારે ૮ વાગે અચાનક અવાજ સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો. તીવ્ર ઝટકાને કારણે લોકો તેમનાં ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ભૂકંપની તીવ્રતા ૩.૮ હતી. ભૂકંપ જમીનની નીચે ૫ કિલોમીટરથી જ આવ્યો હતો અને તેનું કેન્દ્ર સિકરનું દેવગઢ હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આજે જે પ્રમાણે ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે એ આ પહેલાં ક્યારેય નથી થયો. આ વખતે જે ભૂકંપ આવ્યો એમાં કંપનની સાથે ખૂબ મોટો અવાજ પણ સંભળાયો હતો અને લોકો ધરની બહાર આવી ગયા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.