Western Times News

Gujarati News

મણિપુર ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરા,સ્કૂટી, લેપટોપ અને બે LPG સિલિન્ડરનું વચન

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ૨૦૨૨ મણિપુર વિધાનસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં પ્રાદેશિક અખંડિતતા અને મણિપુરના આદિવાસીઓના અધિકારો અને તેની સમૃદ્ધ સંસ્કૃતિના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વચનો આપવામાં આવ્યા.

ભાજપના વચનોમાં રાજ્યના તમામ પીએમ ઉજ્જવલા લાભાર્થીઓને વાર્ષિક બે મફત એલપીજી સિલિન્ડર આપવાનો સમાવેશ થાય છે. રાજ્યની તમામ કોલેજ જતી ગર્લ સ્ટુડન્ટ્‌સને ફ્રી સ્કુટી આપવામાં આવશે. રાણી ગૈદીનલિયુ નૂપી માહેરોઈ સિંગી યોજના હેઠળ, ઈઉજી અને પછાત વર્ગની છોકરીઓને ૨૫,૦૦૦ ની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.

મેનિફેસ્ટોમાં મફત લેપટોપનું પણ વચન આપવામાં આવ્યું હતું, જે તેમના ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવા માટે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરનાર તમામ હોશિયાર વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકોનું માસિક પેન્શન ૨૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નાણાકીય સહાય તમામ ખેડૂતો માટે વાર્ષિક ૬,૦૦૦ થી વધારીને ૮,૦૦૦ કરવામાં આવશે. રાજ્યના તમામ માછીમારોને ૫ લાખ રૂપિયા સુધીનું મફત અકસ્માત વીમા કવચ આપવામાં આવશે.

અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક સ્તરે ટેકનિકલ શિક્ષણ લઈ રહેલા નાના અને સીમાંત ખેડૂતો અને ભૂમિહીન ખેડૂતોના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

મણિપુરના યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય પ્રદાન કરવા માટે મણિપુર સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. રાજ્યમાં આરોગ્ય સેવાઓના ધોરણને વધુ વધારવા માટે મણિપુરમાં છઙ્મઙ્મસ્જી (ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) ની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત આયુષ્માન ભારત (મુખ્યમંત્રી-જી હક્કાલાગી તેનબાંગ) યોજનાનું ૧૦૦ ટકા કવરેજ તમામ પાત્ર લાભાર્થીઓને રૂ. ૫ લાખનો આરોગ્ય વીમો પ્રદાન કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.