Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટા સાથે કમોસમી વરસાદ

File

મુંબઈ, મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વિદર્ભના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે નાગપુર અને અમરાવતી સહિત અન્ય જિલ્લાઓમાં વરસાદ પડશે સાથે જ પૂના અને ઔરંગાબાદ સહિત અન્ય જગ્યાઓ પણ વાદળો છવાયેલા રહેશે.

વરસાદને કારણે વિદર્ભમાં ઠંડીએ જાેર પકડી લીધું છે તો કાતીલ પવન પણ ફૂંકાઈ રહ્યા છે. ઉત્તરી કેરળથી મરાઠવાડા સુધી એક ટ્રફ રેખા પસાર થઈ રહી છે જેની અસર પણ મોસમ ઉપર પડવા પામી છે.

મુંબઈમાં આજે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી રહેવાનું અનુમાન છે અને અહીં વરસાદની કોઈ જ સંભાવના જાેવા મળી રહી નથી. પૂનામાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહેવાની સંભાવના છે. જાે કે અહીં ઝાકળ સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જ્યારે નાગપુર, ઔરંગાબાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.