Western Times News

Gujarati News

હરામીનાળા પાસેથી વધુ ૭ પાકિસ્તાની બોટ ઝડપાઈ

કચ્છ, એવું નથી કે પાકિસ્તા માત્ર જમ્મુ-કાશ્મીર બોર્ડર પર જ પોતાની ઘૂણખોરીના પ્રયાસ કરે છે. ગુજરાતની કચ્છ જળ સીમામાં પણ પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. ત્યારે આવી રીતે કચ્છમાં હરામીનાળા પાસે ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી કરી રહેલાં પાકિસ્તાનીઓ તરફ BSFએ આકરૂ વલણ અપનાવ્યું છે. BSF સતત આવા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે.

જે બાદ પાકિસ્તાન દ્વારા ભારતીય જળ સીમામાં ઘૂસણખોરીનો વધુ એક પ્રયાસ BSF દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. BSFએ કચ્છના હરામીનાળા પાસેથી સાત પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. મહત્વનું છે કે, BSF દ્વારા છેલ્લાં એક મહિનામાં ૨૦ જેટલી પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે. અગાઉ અહીં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ અને એ સમયે ૬ પાકિસ્તાની માછીમારો સાથે ૧૧ બોટ ઝડપી પાડવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બોર્ડર સિક્યોરિટી ફોર્સે ગુજરાતના ભૂજમાં આવેલા ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. શુક્રવારે BSFએ અહીં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

જેમાં હરામીનાળામાંથી ૭ પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. આ બોટ ઝડપ્યા પછી તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં સડેલી માછલીઓ BSFને મળી આવી હતી. મહત્વનું છે કે, થોડા જ સમય પહેલાં પાકિસ્તાની બોટ ઝડપાયા પછી ગયા સપ્તાહે ભારતીય નેવીએ પોરબંદરમાં મધદરિયે એક મેગા ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં ૧૧ પાકિસ્તાની બોટ ઝડપી પાડવમાં આવી હતી.

આ સિવાય ૨૦૦ કરોડનું ડ્રગ્સ પણ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી. છેલ્લાં એક મહિનામાં BSFએ ૨૦ પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે.

મહત્વનું છે કે, પાકિસ્તાન મરીન દ્વારા વારંવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. આ કિસ્સામાં ખૂબ જ વધારો થયો હતો. એ પછી BSFએ અહીં પેટ્રોલિંગમાં વધારો કર્યો હતો. જે બાદ સતત પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, BSFએ ચલાવેલા સર્ચ ઓપરેશનમાં મોટી સફળતા મળી હતી.

BSFએ કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી કરી રહેલાં ૬ પાકિસ્તાની નાગરિકો સાથે ૧૧ બોટ પણ ઝડપી પાડી હતી. BSF દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનની આ હરકત છતી થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.