Western Times News

Gujarati News

બાંગ્લાદેશ, અફઘાન, પાકથી આવેલા લોકોને ગુજરાતમાં નાગરિકતા આપવાની સત્તા કલેક્ટરને

નવીદિલ્હી, ગુજરાતમાં વસતા અન્ય દેશના બિન મુસ્લિમ લોકોને ભારતની નાગરિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના છ લધુમતિ સમુદાયોના શરણાર્થીઓને નાગરિકત્વનું સર્ટિફિકેટ આપવા માટે સબંધિત જિલ્લા કલેક્ટરોને સત્તા આપવામાં આવી છે. આવી સત્તા ગુજરાતના ચાર સહિત પાંચ રાજ્યોના કુલ ૧૩ જિલ્લા કલેક્ટરો નાગરિકત્વ આપી શકશે.

પડોશી રાજ્ય બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ માઇનોરિટી લોકોને આ અધિકાર જિલ્લા કક્ષાએ કલેક્ટર અને રાજ્યકક્ષાએ સચિવ આપી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કુલ છ સમુદાયોના શરણાર્થીઓને મંજૂરી આપવા માટે ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કુલ ૧૩ જિલ્લા નિયત કરવામાં આવ્યા છે.

ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં માઈનોરિટી ગણાતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખિસ્ત્રી ધર્મના શરણાર્થીઓનો સમાવેશ થાય છે. આ નાગરિકો સિટીઝનશીપ કે સર્ટિફિકેટ ઓફ નેચરલાઈઝેશન માટે અરજી કરી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનામાં જણાવાયું છે કે નાગરિકતા કાયદા ૧૯૫૫ની કલમ ૧૬ અંતર્ગત પ્રાપ્ત થતી શક્તિનો ઉપયોગ કરી કેન્દ્ર સરકારે કાયદાની ધારા (૫)ના આધારે આ પગલું ભર્યું છે.

ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરાનો આદેશમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અરજદારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની ચકાસણી બાદ કલેક્ટર અને સેક્રટેરી કાર્યવાહી કરી શકશે .તમામ અરજીઓ જિલ્લા કલેક્ટર અથવા સેક્રેટરીએ કેન્દ્ર સરકારના વિભાગને આ અરજીઓ મોકલવી પડશે.

આ પહેલાં ૨૦૧૮માં ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હીના અન્ય ૧૬ જિલ્લા કલેક્ટરોને સત્તા આપવામાં આવી હતી. આ કામગીરી સીએએને લગતી નથી તેવી સ્પષ્ટતા પણ આદેશમાં કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન થયાના સાત દિવસમાં કલેક્ટર અને સેક્રેટરી જે લોકોને નાગરિકતાનું સર્ટિફિકેટ આપશે તે ભારત સરકારને પણ મોકલવાનું રહેશે. જે લોકો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ભારત આવી ગયા છે તેમને આ મોકો મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.